Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈ ફરી રક્તરંજિત : લિવઈન પાર્ટનરની હત્યા

મીરા રોડ પર મનોજ સાનેએ પોતાની લિવ ઈન પાર્ટનર સરસ્વતીની હત્યા કરી નાખી હતી. આ કેસ હજુ ઠંડો પડ્યો નથી ત્યારે વધુ એક લિવ ઈન પાર્ટનરની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી નાખી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ, એક યુવકે સોમવાકે રિક્ષામાં સવાર પોતાની કથિત લિવ ઈન પાર્ટનર પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. એ પછી આરોપીએ પોતાના પર પણ હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના સાકીનાકા પોલીસ સ્ટેશનની હદ હેઠળ આવતા વિસ્તારમાં બની છે. પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેનું નામ દીપસ બોરસે છે અને તેની ઉંમર માત્ર ૨૮ વર્ષ છે. જ્યારે મૃતક પ્રેમિકાનું નામ પંચશીલા હતી. પંચશીળા ચાંદીવલીના સંઘર્ષનગરમાં તેના પરિવાર સાથે રહેતી હતી. પાપ્ત જાણકારી મુજબ, બંને બે વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. સાકીનાકા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, દીપક અને પંચશીલા વચ્ચે એક સાથે રહેવાની બાબતે ઝઘડો થયો હતો. પંચશીલા નહોતી ઈચ્છતી કે તે દીપક સાથે રહે, કારણ કે દીપકનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. તે અવારનવાર પંચશીલાને માર મારતો હતો. થોડા સમય પહેલાં પંચશીલા દીપકને છોડીને ચાંદીવલી સ્થિત પિતાના ઘરે રહેવા માટે આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, સોમવારે ફરીથી દીપકે પંચશીલાને બોલાવી હતી અને સાથે રહેવા માટે કહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે રિક્ષામાં જ ઝઘડો થયો હતો અને પછી દીપકે પંચશીલા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રેમિકાનું મોત નીપજ્યું હતું. તો હત્યા કર્યા બાદ દીપકે આપઘાતનો પ્રયાસ કરતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મુંબઈ ઝોન-૧૦ના ડીસીપી દત્તા નલાવડેએ જણાવ્યું કે, મૃતક યુવતી અને આરોપી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. બંને વચ્ચે ઓટોમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ આરોપીએ તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી દીપક વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સારવાર બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે. તો આરોપીની પોલીસ પૂછપરછ બાદ વધુ ખુલાસો થઈ શકે છે.

Related posts

પ્રોવિડંડ ફંડ પર વ્યાજદર વધારી ૮.૬૫ ટકા કરવા ફેંસલો

aapnugujarat

‘કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતીશે, રાહુલ વડા પ્રધાન બનશે : પ્રિયંકા ગાંધી

aapnugujarat

કોર્ટની જેમ અવગણના બદલ કાર્યવાહીનો અધિકાર માગતું ચૂંટણી પંચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1