Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભાઈએ બહેનની હત્યા કરી નાખી.

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક યુવકે પોતાની 12 વર્ષની બહેનનું અફેર ચાલતું હોવાની શંકા રાખી હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા મુજબ, છોકરીને પહેલી વખત માસિક ધર્મ આવ્યું હતું. તે પછી સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા તેના ભાઈને એવી શંકા ઉભી થઈ હતી કે, તેની બહેનના કોઈની સાથે શારીરિક સંબંધ છે. આ શંકા તેના મનમાં એવી ઘર કરી ગઈ હતી કે તેણે પોતાની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે બહેનની હત્યાના મામલે 30 વર્ષના તેના ભાઈની ધરપકડ કરી લીધી છે. મૃતક બહેન માતાના નિધન બાદ પોતાના ભાઈ અને ભાભી સાથે રહેતી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, હત્યારા ભાઈએ બહેનને કપડાંમાં લાગેલા લોહીના ડાઘ અંગે સવાલ કર્યા હતા. હકીકતમાં, થોડા દિવસ પહેલા જ છોકરીનો માસિક ધર્મ શરૂ થયો હતો અને તેનું એ લોહી હતું. ભાઈએ તેના કપડાં પરના લોહીના ડાઘ જોયા અને શંકા કરવા લાગ્યો કે, તેનું કોઈની સાથે અફેર ચાલી રહ્યું છે. બાળકીને માસિક ધર્મનું જ્ઞાન ન હતું. એ કારણે જ્યારે ભાઈએ તેને લોહી અંગે પૂછ્યું, તો તે તેનું કારણ સમજાવી શકી ન હતી.

પોલીસે અધિકારીએ જણાવ્યું કે, આરોપીને શંકા થઈ કે, તેની બહેનને કોઈની સાથે પ્રેમ સંબંધ તો નથી ને? જેના પગલે તે તેને કથિત રીતે હેરાન કરવા લાગ્યો હતો. અધિકારીએ કહ્યું કે, ભાઈએ હેવાનિયત બતાવતા બહેનને ગરમ ચિપીયાથી ડામ આપ્યા હતા. પોલીસને મળેલી જાણકારી મુજબ, ચાર દિવસ સુધી તે પોતાની બહેનને શારીરિક-માનસિક ત્રાસ આપતો રહ્યો હતો અને આખરે બહેને દમ તોડી દીધો હતો. ઉલ્લાસનગર પોલીસ સ્ટેશનના સીનિયર પીઆઈ મધુકર કાડએ જણાવ્યું હતું કે, આરોપીની સામે આઈપીસીની કલમ 302 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
છોકરીઓના માસિક ધર્મને લઈને હાલના દિવસોમાં તો લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. પણ, હજુ પણ સમાજનો ઘણો વર્ગ એવો છે જ્યાં માસિક ધર્મને લઈને પૂરતી જાણકારી પહોંચી નથી. તેમાંય ખાસ કરીને જેમને પહેલી વખત માસિક ધર્મ શરૂ થયો હોય તેવી છોકરીઓમાં આ અંગે જાગૃતિ ફેલાવવી ઘણી જરૂરી છે. જો થાણેની આ છોકરીને તેના ઘરની કોઈ વડીલ મહિલાએ માસિક ધર્મ અંગે પહેલેથી સમજાવ્યું હોત તો તે તેના ભાઈને આ અંગે સમજાવી શકી હોત અને કદાચ તેનો જીવ બચી ગયો હોત. એટલું જ નહીં, પુરુષોમાં પણ મહિલાઓના માસિક ધર્મને લઈને જે ગેરસમજો છે તે દૂર થવી જરૂરી છે. જો, આ મૃતક બહેનનો ભાઈ પણ તે અંગે જાગૃત હોત તો તેના મનમાં શંકા ન ઉદ્ભવી હોત.

Related posts

ब्याज दरों में एक और कटौती कर सकता है रिजर्व बैंक

aapnugujarat

दिल्ली में बच्ची से निर्भया जैसी दरिंदगी, पिता बोले- बोल नहीं पा रही बिटिया

aapnugujarat

सिख शहीदों को आतंकी बताने की हरसिमरत ने भूल की : जी.के

aapnugujarat

Leave a Comment

UA-96247877-1