Aapnu Gujarat
બિઝનેસ

Amazonમાં થશે મોટાપાયે છટણી

દુનિયામાં બેન્કિંગ સંકટ અને મંદીના વધતા જતાં ખતરા વચ્ચે પણ ચાલુ છટણીઓ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈ-કોમર્સ કંપની Amazonએ છટણીના બીજા રાઉન્ડ માટે તૈયારી કરી છે અને આગામી થોડા અઠવાડિયામાં હજારો કર્મચારીઓને બહાર કાઢવાની યોજના (Amazon to lay off) બનાવી છે. કંપની તરફથી સીઈઓ એન્ડી જેસ્સીએ આ છટણીની જાહેરાત કરી છે.
અહેવાલ મુજબ, એમેઝોને છટણીના પ્રથમ રાઉન્ડ હેઠળ છેલ્લાં કેટલાંક મહિનામાં હજારો કર્મચારીઓની છટણી કરી હતી. હવે છટણીના બીજા રાઉન્ડ માટે 9,000 કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ કર્મચારીઓને આગામી થોડા અઠવાડિયામાં બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. CEO એન્ડી જેસ્સી દ્વારા એક બ્લોગ પોસ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે AWS, Advertising અને Twitch વિભાગના મોટાભાગના લોકો પર કંપનીની છટણી યોજનાની અસર થશે.

એમેઝોનના સીઈઓએ જણાવ્યું હતું કે વર્તમાનમાં અને નજીકના ભવિષ્યમાં અર્થતંત્રમાં દેખાતી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને અમે હેડકાઉન્ટને વધુ સુવ્યવસ્થિત કરવા માટેનો વિકલ્પ પસંદ કર્યો છે. કંપનીએ વર્ષોથી નોંધપાત્ર પ્રમાણમાં નવા કર્મચારીઓ પણ ઉમેર્યા છે, પરંતુ અનિશ્ચિત અર્થવ્યવસ્થાએ અમને ખર્ચ અને માનવબળમાં ઘટાડો કરવાની ફરજ પાડી છે. અને હવે (Amazon to lay off) 9000 કર્મચારીઓને છૂટા કરવાની યોજનાનો ખુલાસો કરીને તેમણે આ કહ્યું હતું.

તાજેતરમાં જ ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી એકવાર મોટી છટણીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે કંપની 10,000થી વધુ કર્મચારીઓની છટણી કરશે. મેટાએ ગયા વર્ષે નવેમ્બર 2022માં પણ 11,000થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. જે તેની સ્થાપના પછીની સૌથી મોટી છટણી હતી. છટણીના બીજા રાઉન્ડની માહિતી પણ કંપની દ્વારા એક બ્લોગ પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી.

Related posts

સેંસેક્સ ૪૩ પોઇન્ટ ગગડીને ૩૪૯૦૬ની નીચી સપાટીએ

aapnugujarat

પ્રાઈવેટ ઇક્વિટી રોકાણનો આંક ૧૭.૬ અબજ ડોલર

aapnugujarat

૮ કંપનીની મૂડીમાં વધારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1