Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ગૃહમંત્રી અને કાયદાપ્રધાન આળસુ

ગૃહમંત્રી અને કાયદાપ્રધાન આળસુ
અસ્પૃશ્યતા વિશેયક ગુનાઓએ વિધેયક પર તા.૬ સપ્ટેમ્બર ૧૯૫૪ના રોજ રાજ્યસભામાં બોલતાં આંબેડકરે કહ્યું, ‘અસ્પૃશ્યતા બાબત ગુનો કરનારને સજા ફટકારવામાં નહીં આવે તો અસ્પૃશ્યતા નાબૂદ થશે નહીં. સામાજિક બહિષ્કાર કરનારને સજા કરવી જોઈએ. કારણ તેઓ પોતાની આર્થિક પરિસ્થિતિનો ઉપયોગ કરી ગામડામાં અસ્પૃશ્યોનો બહિષ્કાર કરી તેમને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારનો ભોગવટો કરવા પર પ્રતિબંધ મૂકી રાખે છે. સરકાર સત્તાનો ઉપયોગ કરી, પંજાબમાં જમીન બાબત જેમ કાયદો ઘડવામાં આવ્યો હતો તેવી રીતે અનેક કાયદાઓમાં અસ્પૃશ્યોના હિતમાં સુધારો કરી શકે છે. પંજાબના કાયદા મુજબ અસ્પૃશ્યો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. અસ્પૃશ્ય વર્ગ અને કનિષ્ઠ વર્ગો પંજાબમાં કાયમી ઘરો વસાવી શકતા નથી.’
આંબેડકરે ગૃહમંત્રી અને કાયદાપ્રધાનમાં સચિવાલયો આળસુ હોવાનું જણાવી તેમને તે બાબત કંઈ પણ કાર્ય કરવાનો ઉત્સાહ કે આસ્થા જ નથી અને ધ્યેયવાદ પણ ન હોવાનો આક્ષેપ કર્યો. સરકાર તે વિધેયકને નાગરિક હક (અસ્પૃશ્ય વર્ગનું સંરક્ષણ) કાયદો એવું નામ આપી શકી હોત. ગૃહપ્રધાને તે વિધેયકમાં સ્પષ્ટપણે કહેવું જોઈતું હતું કે અસ્પૃશ્યોને પોતાના નાગરિક અને બંધારણીય અધિકારોનો ઉપભોગ કરવાના માર્ગમાં ઊભા થનારા કોઈપણ અવરોધો દૂર કરવાનું આ વિધેયકનું ધ્યેય છે તેમ તેમણે કહ્યું હોત તો તે વધુ યોગ્ય ગણાત તેમ પણ તેમણે અંતમાં જણાવ્યું.
(સાભાર. ડૉ. આંબેડકર જીવન અને કાર્ય પદ્મભૂષણ ડૉ. ધનજંય કીર, પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર, પેજ નં.૫૪૨)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

देश की चाबी अदालत के हाथ

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

हिंदी दिवस या अंग्रेजी हटाओ दिवस ?

editor

Leave a Comment

UA-96247877-1