Aapnu Gujarat
બિઝનેસ

1 OCOTBER 2022થી ફોર વ્હીલર્સમાં પાંચ એરબેગ્સ ફરજિયાત રહેશે

રસ્તાઓ પર વાહનોની સંખ્યા અને તેમની સ્પીડમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે ઝડપના કારણે ભારતમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આંકડાઓ પ્રમાણે દર વર્ષે ૫ લાખથી પણ વધારે રોડ અકસ્માત થાય છે જેમાં ૧.૫ લાખથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવે છે.
માર્ગ અકસ્માત દ્વારા થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે સરકારે ગાડીઓના (ફોરવ્હીલર્સ) સેફ્ટી ફીચર્સને વધારે મજબૂત કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય અંતર્ગત હવેથી તમામ કારમાં ૫ એરબેગ્સ ફરજિયાત હશે. આ નિયમ આગામી ૧ ઓક્ટોબર ૨૦૨૨થી તૈયાર થનારી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે લાગુ થશે. મતલબ કે, આ વર્ષે પહેલી ઓક્ટોબરથી પ્રોડ્યુસ થનારી તમામ કારમાં ૫એરબેગ ફરજિયાત હશે. દેશમાં બનતી તમામ કારમાં ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર માટે એરબેગ પહેલેથી જ ફરજિયાત છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ૮ લોકોની ક્ષમતા ધરાવતી તમામ ગાડીઓમાં ૬ એરબેગ ફરજિયાત કરવાના એક ડ્રાફ્ટ સૂચનને મંજૂરી આપી હતી. આ વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે ૧ ઓક્ટોબર ૨૦૨૨ બાદ નિર્મિત એમ૧ સીરિઝના વાહન એટલે કે, જે ગાડીઓમાં ૮ લોકો બેસી શકે તેમાં ૨ ફ્રન્ટ સાઈડ એરબેગ અને ૨ કર્ટેન એરબેગ લાગ્યા હશે.
સરકારના આ ર્નિણયની અસર કારની કિંમતો પર પણ પડશે. જાણવા મળ્યા મુજબ એરબેગ લગાવવાથી એક કારની કિંમતમાં ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયાનો વધારો થઈ શકે છે.

Related posts

પરિવહન ક્ષેત્રમાં ૩૦ લાખ કરોડનું રોકાણ કરાશે

aapnugujarat

સરકારી ઈન્શ્યોરન્સ યોજનાઓ મર્જ થશે

aapnugujarat

साल 2019 : जेट एयरवेज हुई बंद, पटरी पर नहीं लौटी एयर इंडिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1