Aapnu Gujarat
ગુજરાત

ખેડા જિલ્લામાં ૧૦૮ના પૈડા થંભી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા

ખેડા જિલ્લામાં ૧૦૮ ના કર્મીઓ હડતાલ પર ઉતરતાં ભારે હો..હા.. મચી જવા પામી હતી. જિલ્લાની ર૦ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા પ૦ જેટલા કર્મીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા.
આ કર્મીઓએ પોતાના મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધા હોવાની ફરિયાદો ઉઠી હતી.૧૦૮ ના પ૦ કર્મચારીઓ આજરોજ હડતાલ પર ઉતરી જતાં ચકચાર મચી જવા પામી છે. હડતાલ પર ઉતરેલા આ કર્મચારીઓએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાની પણ બૂમ ઉઠી હતી. હડતાલ પર ઉતરેલા કર્મીઓએ પોતાની ૧૦ માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી. જેમાં ૧૦૮ કર્મીઓને વર્ગ ૩ માં શામેલ કરવા, ૧૦૮ શરૃ થઈ ત્યારથી અત્યાર સુધીના દિવાળી બોનસ કે સરકારના નિયમો પ્રમાણે પગાર વધારો કરવા, બંધ કરેલી એમ્બ્યુલન્સ બાબતે, ૮ કલાકની ડ્યુટી કરી આપવા બાબતે, ૧ર કલાક-ર૪ કલાક કે ૩૬ કલાકની કરાવવામાં આવતી ડયુટીનો કોઈ લાભ આપવામાં આવતો નથી તે બાબતે, જાહેર રજા પેપર પર દર્શાવાયા છે.પણ આપવામાં આવતી નથી, ઈમરજન્સી ન હોય તેવા કેસને પણ ઈમરજન્સી બતાવવામાં આવે છે, અન્ય જિલ્લાઓમાં બદલી કરી દેવામાં આવે છે, યોગ્ય મેઈન્ટેનન્સ કરવામાં આવતું નથી, વતનમાં બદલી કરાવવા માટે નાણાંકીય માંગણી કરવામાં આવતી હોવા સહિતની ફરિયાદો સાથે તમામ એમ્બ્યુલન્સ સિવિલમાં ઉભી કરી દીધી હતી. ૧૦૮ ની હડતાલને પગલે જિલ્લામાં કેટલાક લોકો મુશ્કેલીમાં મૂકાયા હોવાની પણ ચર્ચા છે. હવે તંત્ર ૧૦૮ કર્મીઓની આ માંગણીઓને ધ્યાને લે છે કે નહીં તે જોવું રહ્યું.

Related posts

સુરતમાં ૫૮૦ રૂપિયા કિલો “બચપન કા પ્યાર”

editor

ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટનું આયોજન

aapnugujarat

તા. ૨૮ મી એ નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાનો “સ્વાગત ઓનલાઇન” ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1