Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : પ્રતિજ્ઞાપત્રના ચાડિયા

પ્રતિજ્ઞાપત્રના ચાડિયા
તે સમયે કૉંગ્રેસે પ્રતિજ્ઞાપત્રના ચાડિયા ઊભા કર્યા પ્રતિજ્ઞાપત્રમાં સહી કર્યા સિવાય કોઈનેય મંત્રી મંડળમાં ન લેવાનું કારણ એવું આપવામાં આવ્યું કે, ‘મંત્રી મંડળમાં એકબીજા સાથે એકરૂપ ધ્યેયને વરેલા ન હોય તેવાથી રાજ્યકારભાર ચલાવી શકાય નહીં. પરંતુ આ ધ્યેયને પણ કૉંગ્રેસે પાળ્યું ખરું ? આસામ પ્રાંતમાં કૉંગ્રેસની બહુમતી ન હતી ત્યારે સત્તાનો અધિકાર મેળવવાની લાલસા ઉત્પન્ન થતાં કૉંગ્રેસેઆ ધ્યેયને આંખ આડો કરીને, પ્રતિજ્ઞાને કોરાણે હડસેલીને તેમણે સંયુક્ત મંત્રી મંડળ બનાવ્યું. એનો અર્થ એ થયો કે એકરૂપ મંત્રી મંડળ બનાવ્યું. એનો અર્થ એ થયો કે એકરૂપ મંત્રી મંડળ હોવું જોઈએ. એ કૉંગ્રેસનો અબાધિત ધ્યેય નથઈ પરંતુ તકવાદી ધ્યેય છે. તેવી જ રીતે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરનારાની કૉંગ્રેસનિષ્ઠા એ કસોટી હતી એવું કહેવામાં આવે તો કેટલાંક લોકો એક જ રાતમાં કાગળ પર સહી કરીને કૉંગ્રેસમેન બનતાં હતાં અને પોતાનો સ્વાર્થ સાધતા હતાં. આને કૉંગ્રેસનિષ્ઠા કહેવાય કે ઢોંગીપણું ? કોઈપણ માણસ આવું નમાલાપણું દાખવશે નહીં અને આજના અસ્પૃશ્યોયેતો આવું નમાલાપણું દાખવ્યું નથી એમાં નવાઈ પામવા જેવું નથી.
સરકાર બનાવવાનો અધિકાર સ્વીકાર્યા પછી કૉંગ્રેસની કામગીરી કંઈ વખાણવાલાયક છે એવું મને નથી લાગતું. થોડામાં ઝાઝું જો કહેવું હોય તો એમ કહી શકાય કે વાંદરાના હાથમાં કલિંગર (તડબૂચ) આવ્યા પછી વાંદરા જે ચેષ્ટા કરે એના કરતાં વધુ વરલી લીલા કૉંગ્રેસે કરી છે એવું માનવાનું કારણ નથી. તેમનો રાજ્યકારભાર એટલે Monkey And Melon (વાંદરો અને તડબૂચ)ની ચેષ્ટા હતી. કાયદો એક, જાહેરનામું બીજું અને હુકમ તીસરો એવું લોકલ બોર્ડની ચૂંટણીની બાબતમાં તેમણે તમાશો ચલાવ્યો હતો. તેમાં તેમનો ઉદ્દેશ્ય માત્ર એક જ કે અમારા ઉમેદવારોનો કાંકરો નીકળી જાય.
(મુંબઈમાં તા.૧૨-૧૨-૧૯૩૯નાં રોજ ભરાયેલી જાહેરસભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલું ભાષણ)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

પ્રાંતવાદ, જાતિવાદને આપો તિલાંજલી, આપણાં સૌની એક જ ઓળખ છે ભારતીય

aapnugujarat

ભારતીય વિજ્ઞાનીએ મગજથી ક્વાડકોપ્ટર ઉડાવ્યું

aapnugujarat

?? Brilliant Morning ??

aapnugujarat

Leave a Comment

UA-96247877-1