Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જૂના ઘરેણાં વેચશો તો પણ લાગશે જીએસટી

૧ જુલાઈથી આખા દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે. આના કારણે જે ફેરફાર થયો છે તેના કારણે અમુક મામલે ફાયદો થયો છે તો અમુક નુકસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે હવે જૂના ઘરેણા અથવા સોનું વગેરે વેચવા પર થયેલી કમાણી પર ૩ ટકા જીએસટી લાગુ પડશે. હાલમાં રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ આ જાણકારી આપતા કહ્યું કે, જો જૂના ઘરેણા વેચવાની સામે નવા ઘરેણાં ખરીદવામાં આવશે તો તેના પર ૩ ટકા જીએસટી ઘટાડી દેવામાં આવશે એટલે કે ટેક્સ એડજસ્ટ થઈ જશે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ જાણકારી આપી હતી કે નિયમ મુજબ વેપારીએ ખાતાનો રેકોર્ડ વર્ષ સુધી સાચવવો પડશે પરંતુ જો કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેના સમાપ્ત થવા સુધીનો પણ રેકોર્ડ રાખવો પડશે. તેમણે કહ્યું કે કોઈ મારી પાસે ઘરેણાં લઈને આવે તો સોનું ખરીદવા સમાન ગણાશે.જ્વેલર કોઈ વ્યક્તિ પાસેથી જૂનાં ઘરેણાં ખરીદે તો રિવર્સ ચાર્જમાં ૩ ટકા જીએસટી લાગશે એટલે કે ઘરેણાં એક લાખ રૂપિયા છે તો ૩૦૦૦ રૂપિયા કપાશે પરંતુ જો કોઈ તેનાં ઘરેણાંમાં સુધારો અથવા રિપેરિંગ કરાવે તો તેને જોબવર્ક ગણવામાં આવશે. વળી આ કામ માટે જેટલા પૈસા લેવાશે તેના પર ૫ ટકા જીએસટી લાગશે.

Related posts

અમદાવાદથી અયોધ્યા માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે

aapnugujarat

૪૫થી વધારે આતંકવાદીઓ હજુ ઘુસણખોરી કરવા તૈયાર

aapnugujarat

एससीओ सम्मेलन: अगले हफ्ते होगी PM मोदी और शी की मुलाकात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1