Aapnu Gujarat
ગુજરાત

દૂધસાગર ડેરીની આજે યોજાયેલી ચૂંટણીમાં ૧૫ બેઠક માટે ૩૯ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અત્યારે વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી સામેટક્કર છે. આજના દિવસે ૧૧૨૬ દુધઉત્પાદકો દ્વારા ડેરીના ચેરમેન માટે આજે ભાવિ નક્કી થવાનું છે. નિયામક મંડળની ૧૫ બેઠકો માટે વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની પેનલ સહિત ૪૧ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં સવારે ૯ થી ૫ વાગ્યા સુધી મતદાન ચાલશે જ્યારે સાંજે ૬.૩૦ વાગ્યાથી મત ગણતરી શરૂ થનાર છે. વાર્ષિક રૂ.૫૮૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણાની દૂધસાગર ડેરીની ૧૫ બેઠકો માટે મંગળવારે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન યોજાયું છે. દૂધનું કરોડોનું સામ્રાજ્ય કબજે કરવા મેદાને પડેલા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને ભાજપના અગ્રણી અશોક ચૌધરીની બે પેનલો સહિત કુલ ૪૧ ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીને લઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દૂધસાગર ડેરી નિયામક મંડળના વિભાગ-૧ની ૧૧ અને દૂધના જથ્થાની ૪ મળી કુલ ૧૫ બેઠકો માટે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન માટે ૧૧ બુથ ઉભા કરાયાં છે જેમાં ચૂંટણી અધિકારી સહિત ૧૩ પ્રિસાઇન્ડીંગ ઓફિસર, ૧૩ પ્રથમ મતદાન અધિકારી, ૧૭ મતદાન અધિકારી, ૧૩ પટાવાળા તેમજ અન્ય ૨૪ મળી ૮૦નો સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં જોડાશે. દરમિયાન મતપત્રક સહિતની કામગીરીને લઇ તંત્ર મોડી રાત સુધી દોડતું જોવા મળ્યું હતું. દૂધસાગર ડેરીની ચૂંટણી દૂધિયા રાજકારણ કે સહકારી ક્ષેત્રમાં પગદંડો જમાવવાની સાથે મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં આવનાર તાલુકા – જિલ્લા પંચાયતોની ચૂંટણી અને ૧૧ વિધાનસભાની ચૂંટણી પહેલાં મતોનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં અતિ મહત્વની છે.ભાજપ અમૂલ, બરોડા ડેરી, સુરતની સૂમૂલ, બનાસ અને સાબર ડેરી સહિતની ડેરીઓમાં સત્તાસ્થાને છે. હવે દૂધસાગર ડેરી પર નજર મંડરાઇ છે કારણ કે, ડેરીનું માળખુ છેક ગામડાઓ સુધી જોડાયેલું છે જેનો રાજકીય લાભ ઉઠાવી શકાય તેમ હોઇ એડીચોટીનું જોર ભાજપે આ વખતે અહીં લગાવ્યું છે.


(વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

ઘરેથી ઉપવાસ કરવા હાર્દિકની તૈયારી

aapnugujarat

ગુજરાત ચૂંટણીમાં નવસારીના સી.આર. પાટીલ સૌથી વધારે મતોથી જીત્યા

aapnugujarat

નશાબંધીના ચુસ્ત અમલ માટે સરકાર પ્રતિબદ્ધ : જાડેજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1