Aapnu Gujarat
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં : એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છ. મોદી પ્રથમ વખત રાજકોટની મુલાકાત લેનાર છે. વિશ્વમાં મહેમાનગતિ માટે પ્રસિદ્ધ એવા સૌરાષ્ટ્ર પંથકમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વડાપ્રધાન મોદીનાં રોડ શોને લઈ સ્થાનિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારીઓ અને કાર્યકરો આ રોડ શોને સફળ બનાવવા માટે પહોંચી રહ્યાં છે. રાજકોટ શહેરને નવવધુની જેમ શણગારવામાં આવ્યું છે. ઠેરઠેર કટઆઉટ અને હોર્ડિંગ્સ લગાવાયા છે. વર્ષોથી પીવાના પાણીની તંગીનો સામનો કરતાં રાજકોટ અને તેની આસપાસનાં ગામડાંઓને ‘સૌની યોજના’ મારફતે નર્મદાના નીરથી ભરી દેવાની શરૂઆત થઈ છે તેના વધામણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટવાસીઓને સાંજે ૭.૩૦ થી ૮ વાગ્યા વચ્ચે ઘરે દીવો પ્રગટાવવા મીઠો અનુરોધ કર્યો છે.

Related posts

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ૯ મહિનામાં સૌથી ઓછો

editor

नये भारत के निर्माण में बढ़त ले : स्वतंत्रता दिवस पर मुख्यमंत्री द्वारा लोगों को संदेश

aapnugujarat

ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ લાખ હેક્ટર જેટલો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1