Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈમાં ધોધમાર વરસાદથી લોકો મુશ્કેલી મુકાયા

દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, નાસિક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે આજે જોર પકડ્યું હતું. રવિવારે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. મુંબઈમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાને પણ અસર થઇ હતી. રાયગઢમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે માથેરાનમાં છ ઇંચની આસપાસ વરસાદ થયો છે. લોનાવાલામાં છ ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે. આવતીકાલે સોમવારે ઇદ હોવાથી ખરીદીને પણ અસર થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ મોનસુન ઉત્તરમાં અરબી દરિયા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. મુંબઈ, કોંકણ અને ગોવા ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળવાના કારણે મુંબઈની લાઇફલાઈન લોકલ ટ્રેન ઉપર અસર થઇ છે. મોટાભાગની લોકલ ટ્રેનો ૨૫થી ૩૦ મિનિટ મોડી દોડી રહી છે. વિરારમાં દરિયા કિનારે જોરદાર મોજા ઉછળ્યા હતા જેથી અરનાલા કિલ્લા પરના મકાનો તણાઈ ગયા હતા. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. નાસિકમાં વરસાદના કારણે શહેરનો સંપર્ક તુટી ગયો છે. શાકભાજીનો જથ્થો પણ પહોંચી રહ્યો નથી જેના લીધે લોકોની હાલત કફોડી બની છે. મુંબઈમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇદની ખરીદી ઉપર પ્રતિકુળ અસર થઇ છે. મુંબઈ શહેરના લોકો પણ આજે જુદી જુદી જગ્યાઓએ અટવાયા હતા. ખાસ કરીને લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Related posts

नए ‘स्ट्रेन’ से भारत में अबतक 82 लोग हुए संक्रमित

editor

એમ.જે. અકબર સામે MEA કમિટિ ચકાસણી નહીં કરી શકે

aapnugujarat

દેશના વિકાસ માટે પ્રિયંકા-રાહુલ ગાંધીનું નેતૃત્વ વધારે જરૂરી : મલ્લિકાર્જુન ખડગે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1