Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં ખેડૂતો વાવણીમાં જોતરાયા

પાવીજેતપુર પંથકમાં એક મહિના બાદ મેઘાએ પોતાની ઝલક દેખાડતા ધરતીપુત્રો ડાંગરના ધરૂ ને વાવણી કરવામાં જોતરાઇ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ વર્ષે ૭ જૂનના રોજ મેઘરાજાએ પધરામણી કરી હતી જેના અનુસંધાને કિસાનો ખેતરોમાં લાગી જઈ કામે લાગી ગયા હતા. આકાશ તરફ મીટ માંડીને છેલ્લા કેટલાક દિવસથી કિસાન મેઘાની સવારીની રાહ જોઈ રહ્યો છે ત્યારે બરાબર એક માસ બાદ ૮જુલાઈના રોજ ૨૪ એમ.એમ. જેટલો એટલે કે એક ઇંચ જેટલો વરસાદ પડયો હોય, જેનાથી કિસાનો મૃત પ્રાય તરફ જઇ રહેલી પોતાની ખેતી પુનર્જીવિત થઈ શકશે તેવી આશા જાગતા , ધરતીપુત્રો ડાંગરના ધરૂની વાવણી પોતાના ખેતરોમાં કરતા નજરે પડી રહ્યા છે. સામાન્ય રીતે આટલા સમયમાં ૪૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો હોય પરંતુ કુદરત કાળા માથાના માનવીથી નારાજ હોય તેમ મેઘાની પધરામણી ઓછી કરી દીધી છે. સામાન્ય રીતે પહેલા વરસાદ પછી વાવણી કરી દેવામાં આવે છે અને બીજો વરસાદ ૧૫થી થી ૨૦ દિવસમાં આવી જાય તો કિશાન ખુશખુશાલ થઈ જાય છે પરંતુ આ વર્ષે એક મહિનાથી વરસાદ ની પધરામણી ન થતા કિસાનો ઉપર ટેન્શનના વાદળો છવાયા હતા ત્યારે ૮ જુલાઈ શનિવારના રોજ બપોરના સમયે મેઘાણી પધરામણી થતા એક ઇંચ જેટલો વરસાદ થયો હોય જેના પગલે કિસાનોમાં થોડી ખુશી જણાઈ હોઈ, તાત્કાલિક ડાંગરના ધરૂની વાવણીમાં કિસ્સાનો જોતરાય ગયા છે. સૌરાષ્ટ્ર તરફ મેઘરાજાએ પધરામણી કરતા આખા વિસ્તારને ઘરમોડી નાખ્યું છે ત્યારે મધ્ય ગુજરાતમાં કિસાનો આકાશ તરફ મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે. બસ હવે મેઘાની સવારી મન મૂકીને મધ્ય ગુજરાત પર વર્ષે તેવી રાહ અને આશા કિસાનો કુદરત પાસે રાખી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

નઝીર વોરા ફાયરિંગ કેસમાં તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ

aapnugujarat

ઇવીએમ-વીવીપેટની સુરક્ષા માટે ત્રણ સ્તરીયની સલાતમી

aapnugujarat

અર્જુન મોઢવાડિયા બની શકે છે કોંગ્રેસના નવા અધ્યક્ષ

editor

Leave a Comment

UA-96247877-1