Aapnu Gujarat
ગુજરાત

ભીલડી ખાતે રોજગાર ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ

ભીલડી બી. એમ. મહેશ્વરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામકશ્રી કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં આજ સવારથી વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં રોજગાર માટે લાઇનો લાગી હતી તેમાં ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રોજગારી મેળામાં છ થી વધારે કંપનીએ ભાગ લીધો હતો જેમાં ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓનાં ઈન્ટરવ્યુ પણ લીધા હતા જેમાં ક્વોલિફાયડ થયેલા વિદ્યાર્થીઓને કંપની દ્વારા જાણ કરવામાં આવશે. આ ભરતી મેળામાં બેરોજગાર વિદ્યાર્થીઓને વધુમાં વધુ રોજગારી મળે તે હેતુથી આવા ભરતી મેળાનું આયોજન કરવામાં આવે તો બેરોજગારીનું પ્રમાણ ઘટી શકે તેમ છે.


(તસ્વીર / અહેવાલ રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

જિજ્ઞેશ મેવાણી થયા કોરોના સંક્રમિત

editor

शहर में उल्टी-दस्त के २६७ केस

aapnugujarat

હિંસા, તોડફોડ અને આગચંપી બદલ ૪૦થી વધુની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1