Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ

આજે હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ છે. આઝાદી પહેલા ઓલિમ્પિકમાં એકલા હાથે ૩-૩ વખત ગોલ્ડ મેડલ અપાવી ધ્યાનચંદે દેશનો ડંકો વગાડ્યો હતો. આવડી મોટી સિધ્ધિને કારણે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે જાહેર કરાયો છે. રાષ્ટ્રીય ખેલ દિવસના દિવસે વિવિધ શાળાઓમાં પણ અલગ અલગ રમતોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે મળી વોલીબોલ, કબડ્ડી, દોડ ,ગોળા ફેંક , ચક્ર ફેંક જેવી વિવિધ રમતો રમાડી હતીે ત્યારબાદ નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી હસ્તક ફિટ ઈન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને જોયું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળી ફિટનેસ ની પ્રતિજ્ઞા પણ લીધી હતી. વધુમાં શાળાના શિક્ષક દ્વારા જીવનમાં રમત ગમતનું કેટલું મહત્વ છે તેનું પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

વડાપ્રધાન ૧૮ જૂને વડોદરામાં રોડ શો કરશે

aapnugujarat

SC ने मंजूर की कांग्रेस की दो राज्यसभा सीटों की याचिका,बीजेपी को लगा बड़ा झटका

aapnugujarat

સુરતમાં બિલ્ડર ગ્રુપ આઇટીની ઝ૫ટે : ૧૫થી વધુ સ્થળોએ સર્ચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1