Aapnu Gujarat
ગુજરાત

ધોલકા ખાતે મહીલા સેમીનાર યોજીને નાનુ કટુબ…… સુખી કટુબ..ના સંદેશ ને ઘરે ઘરે પહોંચાડી નાનો પરિવાર રાખવા અનુરોધ કરાયો

   સમગ્ર અમદાવાદ જિલ્લામાં 11 જુલાઇ થી 24 જુલાઈ સુધી વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી જિલ્લા  વિકાસઅધિકારી અરુણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવ ના માર્ગદર્શન હેઠળ  કરવામાં આવી રહી છે.  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારમાં આવેલા વિવિધ ગામોમાં જન જાગૃતિ ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને નાનો પરીવાર રાખવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને “કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પૂરી તૈયારી” સૂત્ર અંગેની પણ સમજ આપવામાં આવી રહી છે.

         અમદાવાદ જિલ્લા મા વિશ્વ જનસ્થિરતા પખવાડીયા ઉજવણી નો સમાપન સમારભ  તાલુકા હેલ્થ ઓફિસ ઘોલકા દ્રારા ધોલકા શહેર ના સ્લમ વિસ્તાર મા મહીલા સેમીનાર યોજીનેકરવામા આવેલ  જેમાં…. નાનુ કુટુંબ… સુખી કુટુંબ….  તથા … સમજો તો સારુ છે નાનુ કુટુબ ન્યારુ છે……નવા જમાનાની નવી વાત  ટાકા વગર નુ  એન.એસ.વી. ઓપરેશન પુરુષ ને કાજ…..બીજુ બાળક  કયારે  પહેલુ ભણવા જાય ત્યારે … સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. નાનુ કટુબ…… સુખી કટુબ..ના સંદેશ ને ઘરે ઘરે પહોંચાડી નાનો પરિવાર રાખવા અનુરોધ કરાયો હતો .તાલુકા હેલ્થ ઓફિસર ડો.મુનીરા  માસ્ટરે  પરીવાર નિયોજન ની સ્ત્રી વ્યધીકરણ તથા પુરુષ નસબધી ઓપરેશન  એન.એસ.સહીત કાયમી તથા બીન કાયમી પધ્ધતિઓની જાણકારી આાપીહતી.   મેડિકલ ઓફિસર ડો. હેતલબેન તથા ..જિલ્લા આઇઇસી અધિકારી વિજય પંડિત એ નાના પરીવાર રાખવા વિસ્તુત સમજ આાપી હતી.એસ.એમ.વેગડા મપહેસુ ધોલકા એ સમગ્ર કાર્યક્રમનુ સચાલન કર્યુ હતુ. મોટી સખ્યામા મહીલાઓ હાજર રહી હતી.

Related posts

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ

editor

મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવાની સાથે મહિલાઓને સામાજિક ક્ષેત્રે નેતૃત્વ કરી આગળ ધપવાની હિમાયત કરતાં નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ  વનીતાબેન વસાવા

aapnugujarat

રાજ્યના ૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : હિંમતનગરમાં આઠ ઇંચ, અમીરગઢમાં છ ઇંચ, ધાનેરામાં પાંચ ઇંચથી વધુ વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1