Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સપામાં પણ ફેરફાર કરાશે

લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં કારમી હાર ખાધા બાદ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પ૭ો હચમચી ઉઠ્યા છે. જુદીજુદી વ્યુહરચના પર હવે કામ ચાલી રહ્યુ છે. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હારી ગયેલા પક્ષોમાં હારના કારણોને લઇને મંથન જારી છે. હવે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ દ્વારા પણ લાંબી ચર્ચા કરવામાં આવી છે. પિતા પુત્ર વચ્ચે થયેલી બેઠક કલાકો સુધી ચાલી હતી. જેમાં વિવિધ પાસા પર ચર્ચા કરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. એમ માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ સમાજવાદી પાર્ટી પણ પોતાની રીતે સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાની ઇચ્છા ધરાવે છે. ઉત્તરપ્રદેશના પરિણામ જોઇને તમામ રાજકીય પંડિતો પણ ખોટા સાબિત થયા છે. રાજકીય પક્ષોના નેતાઓ માની રહ્યા હતા કે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધનને રાજયની અડધાથી વધારે સીટ મળી શકે છે. જો કે તેમનો દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. લખનૌમાં સ્થિત સમાજવાદી પાર્ટીની ઓફિસમાં બંધ બારણે મુલાયમ અને અખિલેશ વચ્ચે આ બેઠક થઇ હતી. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. બંનેએ રિવ્યુ બેઠક માટે આવેલા વરિષ્ઠ નેતાઓ અને છ જિલ્લાના બુથ કાર્યકરો પાસેથી ફિડબેક લેતા પહેલા વાતચીત કરી હતી. બંને નેતાઓએ કેડર સાથે કન્નોજ, ફિરોજબાદ, બદાયુ સહિતના વિસ્તારમાં પાર્ટીના ખરાબ દેખાવને લઇને ચર્ચા કરી હતી. ઉત્તરપ્રદેશમાં કારમી હાર થયા બાદ અખિલેશ યાદવ અને મુલાયમસિંહે બેઠકો શરૂ કરી છે. અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે ગઠબંધનની કોઇ અસર ચૂંટણીમાં દેખાઈ નથી. ૩ સીટો ઉપર ગઠબંધનની સંયુક્ત રેલી છતાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કન્નોજમાંથી ડિમ્પલ યાદવ, ફિરોઝાબાદમાંથી અક્ષય યાદવ, બદાયુમાંથી ધર્મેન્દ્ર યાદવ હારી ગયા છે.
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશસિંહ, અરવિંદસિંહ, અહેમદ હસન, રેહાન નાઇન, લીલાવતી કુશવાહે પણ મુલાયમ અને અખિલેશની સાથે પાર્ટીની ફેર રચનાને લઇને વાતચીત કરી છે. સાથે સાથે ભવિષ્યની રણનીતિ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી જગદેવસિંહ યાદવે કહ્યું છે કે, પાર્ટી અધ્યક્ષે બુધવારના દિવસે પણ વાતચીતનો સિલસિલો જારી રાખવાનો સંકેત આપ્યો છે. ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી સુધી અંતરને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવે તેવા સંકેત છે.

Related posts

अर्थव्यवस्था को गति देने के लिए वित्त मंत्री ने कई उपायों की घोषणा की

aapnugujarat

મુંબઈ-પટના વચ્ચે આવવું-જવું હવે આસાન રહેશે, બાન્દ્રા-પટના વચ્ચે દોડતી થઈ હમસફર ટ્રેન

aapnugujarat

પુલવામા હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1