Aapnu Gujarat
ગુજરાત

ભીના-સૂકા કચરા માટે જુદા વાહનો રાખવા તજજ્ઞોનો મત

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ શહેરમાં ઈ-રિક્ષાના પાઈલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવી રહ્યો છે.આ સાથે જ ભીના-સૂકા કચરાને અલગ પાડવા માટે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવનાર છે આ પરિસ્થિતિમાં બંને પ્રકારના કચરાને અલગ અલગ વાહનો રાખવા પર્યાવરણ નિષ્ણાતો દ્વારા મત આપવામાં આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,આવતીકાલે અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ટોકન ૫૦૦ જેટલા ટોકન ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે.બાદમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને બંગલાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૫૦,૦૦૦ જેટલા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવનાર છે.આ ડસ્ટબિનથી ભીનો અને સૂકો કચરો અલગ અલગ તારવીને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ડમ્પસાઈટ સુધી ડોર ટુ ડોર પ્રોજેકટના કોન્ટ્રાકટરોના માણસો દ્વારા પહોંચાડવામાં આવશે.
અમદાવાદ શહેરમાં પર્યાવરણ સાથે કાર્યરત એવા પર્યાવરણ નિષ્ણાતોના કહેવા અનુસાર અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા માટેના કોઈ પણ પ્રોજેકટ માત્ર ફોટોગ્રાફ પડાવવા કે પ્રસિધ્ધિ મેળવવા પુરતા સિમીત રહેવા ન જોઈએ.તેમના કહેવા અનુસાર કચરાને અલગ પાડવા માટે જો તંત્ર બે અલગ પ્રકારના ડસ્ટબિન સોસાયટીઓ કે બંગલાઓમાં આપતુ હોય તો તેના ચેરમેન કે સેક્રેટરીની જવાબદારી નકકી કરવી જોઈએ.આ ઉપરાંત વાહનો પણ અલગ રાખવા જોઈએ.તેમના કહેવા અનુસાર કોન્ટ્રાકટરના જે વાહનો દ્વારા કચરો એકઠો કરીને મુખ્ય ડમ્પસાઈટ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે આ વાહનો પણ ભંગાર સ્થિતિમાં જોવા મળે છે એ જે કચરો એકઠો કરીને લઈ જતા હોય છે.તે પૈકી અડધો કચરો તો રોડ ઉપર જ ઢોળાઈ જતો હોય છે.આ સ્થિતિને નિવારવાની જરૂર છે.ઉપરાંત આ કર્મચારીઓને હેન્ડગ્લોવ્ઝ અને માસ્ક પણ તંત્ર તરફથી પુરા પડાવા જોઈએ.લોકોની સાથે કચરો એકઠો કરીને મુખ્ય ડમ્પસાઈટ સુધી પહોંચાડતા કર્મચારીઓને પણ જાગૃત કરવાની જરૂર છે.આ સાથે જ તેમણે અમદાવાદ શહેર માટે નવી ડમ્પસાઈટ બનાવવા અંગે પણ મ્યુનિસિપલ કમિશનર,મેયર સહીતના વિવિધ પદાધિકારીઓ સમક્ષ લેખિત રજુઆત કરી છે.

Related posts

સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત વોટર ATM  શરૂ થશે

aapnugujarat

અમ્યુકોનું કોઇપણ નવા વધારાના કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ

aapnugujarat

ભરતસિંહ સોલંકીનો ભાજપ પર વળતો પ્રહાર, કહ્યું- ભાજપે ચૂંટણી પાછી ઠેલવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1