Aapnu Gujarat
મનોરંજન

જાન્હવી કપુર હોરર ફિલ્મ કરવા માટે તૈયાર

બોલિવુડના લોકપ્રિય સ્ટાર રાજકુમાર રાવે હવે જાન્હવી કપુર સાથે ફિલ્મ કરવા માટેની તૈયારી કરી લીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે વધુ એક હોરર ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. ફિલ્મ માટે જાન્હવી કપુરને લેવામાં આવી ચુકી છે. રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રીને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રતિસાદ મળ્યા બાદ હવે નિર્માતા દિનેશ વિજાને અભિનેતા રાજકુમાર રાવ સાથે વધુ એક ફિલ્મ કરવા માટેની તૈયારી કરી છે. ફિલ્મમાં અભિનેત્રીને લઇને શોધખોળ ચાલી રહી હતી. જો કે હવે શોધખોળ પુરી કરી લેવામાં આવી છે. મળેલી માહિતી મુજબ ફિલ્મમાં જાન્હવી કપુરને લેવામાં આવી છે. સુત્રોની વાત પણ વિશ્વાસ કરવામાં આવે તો ધડક ફિલ્મમાં તમામ નિર્માતા નિર્દેશકો જાન્હવી કપુરના દેખાવ અને એક્ટિંગથી પ્રભાવિત થયા હતા. જેથી તેને લીડ રોલમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકુમાર રાવ અને જાન્હવીની જોડી ફિલ્મ સ્ક્રીન પર નવી જોડી છે. બંને પહેલા ક્યારેય સાથે દેખાયા નથી. તમામ લોકો સારી રીતે જાણે છે કે જાન્હવી કપુર પોતે રાજકુમાર રાવની મોટી ચાહક તરીકે છે. તેના અંગે તમામ પ્રકારની માહિતી ધરાવે છે. ધડક ફિલ્મને જોઇને રાજકુમાર રાવ પણ પ્રભાવિત થયો હતો. હવે તેની સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. હવે બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે. જાન્હવી કપુર શ્રીદેવીની પુત્રી છે. જે વિતેલા વર્ષોમાં સુપર સ્ટાર અભિનેત્રી હતી. જો કે તેમનુ અવસાન આકસ્મિક રીતે થયા બાદ બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ.

Related posts

मैं सरल योजना वाला सरल इंसान हूं: अनिल

aapnugujarat

એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન

editor

डिस्कवरी के मशहूर शो मैन वर्सेज वाइल्ड में मोदी नजर आएंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1