Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપને પૂર્ણ બહુમત નહિ મળે,એનડીએની સરકાર બનશે : સંજય રાઉત

ભારતીય જનતા પાર્ટી સાથે મળી લોકસભાની ચૂંટણી લડનાર શિવસેનાનું માનવું છે કે ભાજપ પોતાના દમ પર સરકાર નહી બનાવી શકે. રામ માધવના નિવેદનને યાદ કરતા શિવસેનાએ કહ્યું, ભાજપ પૂર્ણ બહુમત નહી મેળવી શકે અને આગામી સરકાર બનાવવા માટે સહયોગીઓ પર નિર્ભર રહેવું પડશે.
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું ભાજપ માટે ૨૮૦ બેઠકો પર પહોંચવુ મુશ્કેલ છે, જે તે ૨૦૧૪માં કરી શકી હતી. સંજય રાઉતે કહ્યું રામ માધવે જે કહ્યું તે યોગ્ય છે. એનડીએ આગામી સરકાર બનાવશે. ભાજપ સૌથી મોટ પાર્ટી હશે.
હાલમાં તો ભાજપ માટે ૨૮૦-૨૮૨ના આંકડા સુધી પહોંચવું મુશ્કેલ લાગ રહ્યું છે પરંતુ અમારો એનડીએ પરિવાર બહુમતના આંકડાને પાર કરી લેશે. સંજય રાઉતે કહ્યું મોદી ફરી વાર પ્રધાનમંત્રી બનશે તો શિવસેનાને ખુશી થશે.

Related posts

राज्यसभा में जम्मू-कश्मीर से संबंधित प्रस्तावों पर टीएमसी साथ

aapnugujarat

મૂડીરોકાણ માટે સિંગાપુર છે સૌથી ફેવરિટ, ભારતનું સ્થાન ૩૭મું

aapnugujarat

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1