Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મે મહિનામાં જુદા જુદા રાજ્યોમાં પાંચ દિવસે બેંક રજા

આ વર્ષે મે મહિનામાં અલગ અલગ રાજ્યોમાં પાંચ જુદા જુદા દિવસે રજા રહેશે. જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થાનિય મહત્વને ધ્યાનમાં લઇને દર વર્ષે રજાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. ઇન્ડિયન બેંક એસોસિએશનની વેબસાઇટ ઉપર જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ બેંક હોલીડેની લિસ્ટ અપલોડ કરી છે તેના કહેવા મુજબ આ વર્ષે પહેલી મે, સાતમી મે, નવમી મે, ૧૩મી અને ૧૮મી મેના દિવસે એટલે કે મે મહિનામાં કુલ પાંચ દિવસ બેંક બંધ રહેશે. આવતીકાલે મે દિવસ અથવા તો મજબૂર દિવસ છે જેના લીધે આધ્રપ્રદેશ, તમિળનાડુ, તેલંગાણા, બંગાળ અને પોંડીચેરીમાં રજા રહેશે. સાતમી મેના દિવસે પરશુરામ જ્યંતિના દિવસે પણ હરિયાણા અને મધ્યપ્રદેશમાં રજા રહેશે. મેમાં જે રાજ્યોમાં બેંકો બંધ રહેશે તેની વાત કરવામાં આવે તો આવતીકાલે પહેલી મેના દિવસે રજા જુદા જુદા રાજ્યોમાં રહ્યા બાદ મહારાષ્ટ્રમાં પણ રજા રહેશે. મહારાષ્ટ્રમાં સ્થાપના દિવસ છે. ૭મી મેના દિવસે પરશુરામ જ્યંતિ છે. નવમી મેના દિવસે રવિન્દ્રનાથ ટોગોર જ્યંતિના લીધે બંગાળમાં રજા રહેશે. ૧૩મી મેના દિવસે જાનકી નવમી પ્રસંગે બિહારમાં રજા રહેશે. ૧૮મી મેના દિવસે બુધ પૂર્ણિમા હોવાથી બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં રજા રહેશે. પહેલી મેના દિવસે એટલે કે આવતીકાલે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજા રહેશે. સાતમી મેના દિવસે બે રાજ્યોમાં રજા રહેશે. નવમી મેના દિવસે એક રાજ્ય બંગાળમાં અને ૧૮મી મેના દિવસે ચાર રાજ્યોમાં બેક રજા રહેશે.

Related posts

पी चिदंबरम से मिलने तिहाड़ जेल पहुंचे कार्ति चिदंबरम

aapnugujarat

લોકસભા ચૂંટણી : ૭૧ સીટ પર ૬૪ ટકા મતદાન

aapnugujarat

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનુ નિધન

editor

Leave a Comment

UA-96247877-1