Aapnu Gujarat
રાષ્ટ્રીય

લાઇન ઓફ કંટ્રોલના રસ્તેથી આવે છે હથિયાર અને નકલી કરંસી, પાકિસ્તાન સાથે વેપાર પર પ્રતિબંધ

ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં સરહદ પારથી વેપારને લઇને મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે સરહદ વેપાર પર ૧૯ એપ્રિલથી પ્રતિબંધ લગાવ્યો છે. સરકારની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે લાઇન ઓફ કંટ્રોલના રસ્તેથી થતા વેપારમાર્ગનો કેટલાક લોકો દુરુઉપયોગ કરી રહ્યાં છે. વેપાર માર્ગેથી હથિયાર, ડ્રગ્સ અને નકલી કરંસી મોકલવામાં આવે છે.
એનઆઇએ સરહદ સાથે જોડાયેલા કેટલાક મામલાની તપાસ કરી રહ્યું છે. જેમાં બહાર આવ્યું કે એલઓસીના વેપાર માર્ગનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો ઉપયોગ આતંકવાદ અને અલગાવવાદ માટે કરવામાં આવે છે.
કેટલાક પ્રતિબંધિત સંગઠનો આ કામને અંજામ આપી રહ્યાં છે.સરકારે જમ્મુ કાશ્મીરના સલામાબાદ અને ચક્કા-દા-બાગમાં એલઓસી વેપાર પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે ગુરુવારે રાતે ૧૨ વાગ્યા બાદ આ પ્રતિબંધ લાગુ થઇ ગયો છે. આ વેપાર હાલ અઠવાડિયામાં ચાર દિવસ થાય છે.
આ વેપાર બોર્ડર સિસ્ટમ અને જીરો ડ્યુટી પર આધારિત છે. તેના બે કેન્દ્ર છે. બારામૂલા ઉરીના સલામાબાદ અને પૂછનું ચક્કન-દા-બાગ સામેલ છે.બંને દેશો વચ્ચે સરહદ વેપાર અનેક વિવાદો વચ્ચે વર્ષ ૨૦૦૫થી ૨૦૦૬માં શરૂ કરવામાં આવ્યો હતો. જો કે આતંકવાદી ઘટનાઓ વધવાને કારણે અવાર-નવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

Related posts

મધ્યપ્રદેશમાં કેશ સ્કેન્ડલ બાદ કમલનાથની મુશ્કેલી વધી શકે

aapnugujarat

કોંગ્રેસ સામે ફંડની કટોકટી સર્જાઈ

aapnugujarat

મન-કી-બાત : કોરોના ગયો તેવું માનનારા લોકોને મોદીએ કોરોના ગયો નથી તે યાદ કરાવ્યું

editor

Leave a Comment

UA-96247877-1