Aapnu Gujarat
રમતગમત

વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયા ઘણી મજબૂત : શિખર ધવન

ભારતીય ઓપનર શિખર ધવને મંગળવારે કહ્યું કે, ઈંગ્લેન્ડમાં ૩૦ મેથી શરૂ થનારા આગામી આઈસીસી વિશ્વકપ માટે પસંદ કરાયેલી ૧૫ સભ્યોની ટીમ ઘણી મજબૂત છે. એમએસકે પ્રસાદની આગેવાની વાળી પસંદગી સમિતિએ સોમવારે ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી જેની આગેવાની વિરાટ કોહલી કરશે. રોહિત શર્માને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકે બીજા વિકેટકીપરના સ્થાનની દોડમાં રિષભ પંતને પછાડીને બાજી મારી છે.
ધવને અહીં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું, વિશ્વ કપ માટે અમારી ટીમ ઘણી મજબૂત અને સારી છે. અમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છીએ. અમે ઈંગ્લેન્ડમાં સારૂ કરવાનો પ્રયત્ન કરીશું.
પોતાની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ વિશે ધવને કહ્યું, કોચ રિકી પોન્ટિંગ અને સલાહકાર સૌરવ ગાંગુલીનો અનુભવ કામ આવી રહ્યો છે. બંન્નેનો પોત-પોતાની ટીમના કેપ્ટન તરીકે અનુભવ અને અમારા પર વિશ્વાસ સારો છે. યુવા ખેલાડીઓ પણ સમયની સાથે નિખરી રહ્યાં છે.

Related posts

टी-20 विश्व कप के बाद संन्यास लेंगे मलिक

aapnugujarat

ऑस्ट्रेलिया के खिलाफ अच्छा प्रदर्शन कर मनोबल काफी बढ़ेगा : गुरजीत कौर

aapnugujarat

પર્થ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના પ વિકેટે ૧૧૨ રન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1