Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં પૈસા લગાવનાર લોકોના વધારે નફા માટે સેબીએ બદલ્યો નિયમ

જો તમે શેરબજારમાં પૈસા લગાવતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે, કેમ કે શેરબજાર પર ધ્યાન રાખવાવાળી સંસ્થા સેબીએ નવો નિયમ એક જૂનથી લાગુ કરવાનો આદેશ કર્યો છે.
નવા નિયમ અનુસાર, શેરબજારમાં રોકાણ કરનારા લોકો પોતાના ડિમેટ એકાઉન્ટ પર લાગતા ચાર્જિસ એટલે કે બેસિક સર્વિસિસ ડિમેટ એકાઉન્ટના વાર્ષીક મેઈન્ટેનન્સ ચાર્જિસને બદલી દીધા છે.એક જૂનથી લાગૂ થનારા નવા નિયમ હેઠળ ૧ લાખ રૂપિયા સુધીના ડેટ સિક્યોરિટીઝ હોલ્ડિંગ પર હવે કોઈ પણ એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જ નહીં લેવામાં આવે અને તેનાથી વધારે ૨ લાખ રૂપિયા સુધીની હોલ્ડિીંગ પર વધારેમાં વધારે ૧૦૦ રૂપિયા જ ચાર્જ બ્રેકરેજ ફોર્મ વસૂલી શકે છે.
તમને જણાવી દઈએ કે, ડિમેટ એકાઉન્ટમાં ડેટ સિક્યોરિટીઝને રાખવા પર બ્રોકરેજ ફર્મ અન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જ લે છે. સેબીની આ પહેલ ડેટ માર્કેટમાં ખુદરા રોકાણકારોની ભાગીદારી વધારવા માટે છે. બેસિક સર્વિસિસ ડિમેટ એકાઉન્ટ (બીએસડીએ) ખુદરા રોકાણકારોને ઓછી કિંમત પર લિમિટેડ સર્વિસિસ ઉપલબ્ધ કરાવે છે.અત્યારે ૫૦ હજાર રૂપિયાથી વધારે અને ૨ લાખથી ઓછા હોલ્ડિંગ્સ પર ૧૦૦ રૂપિયા ચાર્ડ રોકાણકારોને આપવો પડે છે.

Related posts

એમએસપી શું છે તે ૭૦ ટકા ખેડુતો જાણતા નથી : અહેવાલ

aapnugujarat

પેટ્રોલ – ડીઝલ ટેક્સમાં કોઇ ઘટાડો કરવાનો ઇનકાર

aapnugujarat

दुर्घटनाग्रस्‍त विमान AN-32 में सवार सभी 13 लोगों की मौत : वायुसेना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1