Aapnu Gujarat
ગુજરાત

સરખેજ સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનનો સપાટો ફાયર : સફ્ટી વિના ૧૦થી વધુ ઓઇલ ગોડાઉન સીલ કરાયા

અમદાવાદ શહેરમાં દિવસને દિવસે વધી રહેલી આગની ઘટનાઓને લઈ ફાયર બ્રિગેડે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની શરૂઆત કરી હોય તેમ જણાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે ફાયર બ્રિગેડ દ્વારા હાઇરાઈઝ બિલ્ડિંગમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફાયર સેફટીના સાધનો ચાલુ ન હોય અથવા એનઓસી ન હોય તેવી બહુમાળી ઇમારતો અને એકમોને નોટિસો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. બીજીબાજુ, અમ્યુકોના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ સહિતના વિસ્તારોમાં અચાનક સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયરસેફ્ટીની સુવિધા વિના ધમધમતા ઓઇલના દસથી વધુ ગોડાઉન તાત્કાલિક સીલ કરી દેવાયા હતા. ગરમીના આ દિવસોમાં ફાયરસેફ્ટીની સુવિધા વિના આ પ્રકારના એકમોના કારણે આગ, અકસ્માત સહિતની કોઇ દુર્ઘટના ઘટે નહી તે હેતુથી અમ્યુકોએ આ કાર્યવાહી શરૂ કરી છે. તો, ફાયર વિભાગ દ્વારા જે બહુમાળી ઇમારતોમાં ફાયરસેફ્ટી કે એનઓસી ના હોય તેવી ઇમારતોને ફટકારાઇ રહેલી નોટિસોમાં જો કે, કેટલા દિવસમાં તેનો અમલ કરી ફાયર સેફટી અને એનઓસી મેળવી લેવું તેનો ઉલ્લેખ કરાયો નથી. જેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ફાયરબ્રિગેડ માત્ર કામગીરીનો દેખાડો કરવા જ નોટિસ આપી રહી છે. નોટિસ બાદ પણ ફાયર સેફટીના સાધનો ચાલુ નહિં હોય તો સીલ મારવું કે કેમ તેના નિર્ણયનો આધાર મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પર રહેશે. અત્રે નોંધનીય છે કે, શહેરમાં બહુમાળી ઇમારતોમાં ફાયરસેફ્ટીની સુવિધા, એઓસી સહિતના સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશન વિજય નહેરા બહુ ગંભીર અને સ્પષ્ટ અમલવારીમાં માનનારા હોઇ ફાયરબ્રિગેડ વિભાગ પણ દોડતુ થઇ ગયું છે. ગઈકાલે સીજી રોડ

Related posts

રાણકપુર નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત

aapnugujarat

અમને તમારા આંકમાં નહીં, રસ્તાઓ સુધારો તેમાં રસ છે : હાઈકોર્ટે અમ્યુકોનો ઉધડો લીધો

aapnugujarat

તા.૧ લી જૂને રાજપીપલા ખાતે ઇન્ટરલીકીંગ “મેગા રોજગાર ભરતી મેળો” યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1