Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગઠબંધન પ્રશ્ને કોંગ્રેસ ભ્રમ ન ફેલાવે : માયા

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં રાજનીતિક પાર્ટીઓમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો સિલસિલો જારી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન દ્વારા કોંગ્રેસની વિરુદ્ધ બે સીટો પર ઉમેદવારો નહીં ઉતારવાના નિર્ણયના જવાબમાં કોંગ્રેસે રાજ્યની સાત બેઠકો પર પોતાના ઉમેદવાર નહીં ઉતારવાની જાહેરાત કરી હતી. જો કે, બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસની દરિયાદીલીને કોઇ માન ન આપતા અને જોરદાર ફટકો આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ સાત બેઠકો પર ચૂંટણી નહીં લડવાનો ભ્રમ ફેલાવે છે. તેઓ રાજ્યની તમામ ૮૦ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારવા માટે સ્વતંત્ર છે. માયાવતીના પગલાને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સમર્થન આપ્યું છે. અખિલેશ યાદવે માયાવતીના ટિ્‌વટને રિટ્‌વીટ કરીને કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં સપા-બસપા-આરએલડીનું ગઠબંધન ભાજપને હરાવવા માટે સક્ષમ છે. કોંગ્રેસ કોઇપણ પ્રકારની ગુંચવણ ઉભી ન કરે.લોકસભા ચૂંટણીમાં રાજનીતિક દળોમાં રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. યુપીમાં મહાગઠબંધન દ્વારા કોંગ્રેસની વિરુદ્ધ ઉમેદવાર નહી ઉતારવાનાં જવાબમાં કોંગ્રેસે રાજ્યની ૭ સીટો પર ઉમેદવાર નહી ઉતારવાની જાહેરાત કરી હતી. જો કે બસપા ચીફ માયાવતીએ કોંગ્રેસની દરિયાદિલીને કોઇ જ ભાવ નહોતો આપ્યો અને જોરનો ઝટકો આપતા સોમવારે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ ૭ સીટ છોડ્‌યાનો ભ્રમ ન ફેલાવો અને તેઓ રાજ્યની તમામ ૮૦ સીટો પર પોતાનાં ઉમેદવાર ઉતારવા માટે સ્વતંત્ર છે. માયાવતીએ સ્પષ્ટ કહ્યું કે, બસપા કોંગ્રેસની સાથે કોઇ જ ગઠબંધન નહી કરે. માયાવતીએ તેમ પણ કહ્યું કે, સમાજવાદી પાર્ટી સાથે તેનું ગઠબંધન રાજ્યમાં ભાજપની સરકારને પરાજીત કરવા સક્ષમ છે. બસપા અધ્યક્ષે ટ્‌વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ યુપીમાં પણ સંપુર્ણ સ્વતંત્ર છે. અહીની તમામ ૮૦ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા કરીને એકલા હાતે ચૂંટણી લડે એટલે કે અમારૂ અહીં બનેલુ ગઠબંધન એકલા ભાજપને પરાજીત કરવા માટે સંપુર્ણ સક્ષણ છે. કોંગ્રેસ પરાણે યુપીમાં ગઠબંધન માટે ૭ સીટોનો છોડી હોવાની વાતનો ભ્રમ ન ફેલાવે. કોંગ્રેસે આ સીટ સામે ઉતરવાનાં બદલે મહાગઠબંધનને એક પ્રકારે વોકઓવર આપવાનો નિર્ણય લીધો છે. યુપીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે સપા-બસપા અને રાલોદ માટે ૭ સીટો પરથી ઉમેદવાર નહી ઉતારવાની જાહેરાત કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી રવિવારથી ૪ દિવસોથી પ્રદેશની મુલાકાતે છે અને આ તરફ રાજ બબ્બરે પ્રેસ કોન્ફરન્સ કરીને મહાગઠબંધન પ્રત્યે કોંગ્રેસ પાર્ટીના સન્માનની વાત કહીને મોટા સંકેટ આપવાનાં પ્રયાસો કર્યા હતા.

Related posts

संजय निरुपम बोले – सोनिया गांधी से जुड़े लोग राहुल गांधी से जुड़े लोगों के खिलाफ रच रहे हैं साजिश

aapnugujarat

जलवायु परिवर्तन से हिमालयी क्षेत्र में पानी की किल्लत होगी

aapnugujarat

આસામને બીજુ કાશ્મીર બનવા દઇશું નહીં : શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1