Aapnu Gujarat
ગુજરાત

દિલ્હીમાં સ્વિમિંગ પૂલમાં સાથી મહિલા ઓફિસરને બચાવવા જતાં આઈએએસનું મોત

નવી દિલ્હી ખાતે એક તાલિમી આઈએએસ ઓફિસરનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું. મહિલા સાથીને બચાવતી વખતે આ દુર્ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓફિસર દારૂના નશામાં હોવાની પોલીસને શંકા છે.પોલીસને મળેલી માહિતી મુજબ બેર સરાય સ્થિત ફોરેન સર્વિસ ઈન્સ્ટીટ્યૂટમાં સોમવારે પૂલ સાઈડ પાર્ટી થઈ રહી હતી. આ પ્રોગ્રામ ટ્રેની આઇએએસ, આઈએફએસ અને આઈઆરએસ ઓફિસરો દ્વારા યોજવામાં આવ્યો હતો. ટ્રેની ઓફિસરોએ પોલીસને જણાવ્યું કે, પાર્ટી દરમિયાન તરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. તે સમયે એક મહિલા ઓફિસર ડૂબવા લાગી. તેને બચાવવા માટે આઇએએસ આશીષ દહિયા (૩૦) સહિત કેટલાક ઓફિસરો પહોંચ્યા. મહિલા ઓફિસરને બચાવી લેવામાં આવી પરંતુ આશીષ પૂલમાં ક્યાંય જોવા ન મળ્યો. થોડા સમય બાદ તેની બોડી પાણીમાં તરતી જોવા મળી. આશીષને તેના ફ્રેન્ડ્‌સ ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. આશીષ સોનીપતનો રહેવાસી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે, મહિલા ઓફિસર સ્વીમિંગ પૂલમાં અચાનક પડી ગઈ. તેને બચાવવા માટે કેટલાંક ઓફિસર પણ કૂદ્યા હતા. પાર્ટી દરમિયાન ઓફિસર્સે દારૂ પીધો હોવાની પોલીસને શંકા છે. નશાની હાલતમાં આ દુર્ઘટના થઈ છે.જમ્મુ-કાશ્મીર કેડરના આઈએએસ ઓફિસર આશીષ દહિયાનું સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી થયેલા શંકાસ્પદ મોતથી તેના પરિવારજનો, મિત્રો અને સાથી ઓફિસરો આઘાતમાં છે. એક ગોલ્ડ મેડાલિસ્ટ અચાનક કેવી રીતે કાળનો કોળિયો બની ગયો તે કોઈના માનવામાં આવતું નથી.

Related posts

ઠંડા પવનથી મોર ખરી પડતા કેસર કેરી મોંઘી મળશે

aapnugujarat

ક્રાઈમ બ્રાંચ પર ગોળીબાર કરનાર શખ્સ પકડાયો

aapnugujarat

સિવિલમાં એક દિવસના શિશુને ત્યજીને માતા ફરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1