Aapnu Gujarat
ગુજરાત

સસ્પેન્સનો અંત : હાર્દિક પટેલ ૧૨ માર્ચે કોંગીમાં સામેલ થશે

ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચૂકયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે તડજોડની રાજનીતિ પણ થવા માંડી છે. ભાજપ-કોંગ્રેસની આ ખેંચતાણ વચ્ચે પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તા.૧૨મી માર્ચે વિધિવત્‌ રીતે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ જાય તેવો તખ્તો ગોઠવાયો છે. આજે રાજકોટમાં પાસની કોર કમીટીની મળેલી મહત્વની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાસ કન્વીનર હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં ખરેખર જોડાઈ જવાનો છે અને ચૂંટણી પણ લડવાનો છે એવી ચર્ચાઓએ જોર પકડ્‌યું છે.
છેલ્લા કેટલાક દિવસથી આ સમગ્ર મામલે પાસ અને કોંગ્રેસમાં પણ આંતરિક ગતિવિધિઓ ચાલી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. જેને પગલે હવે હાર્દિક પટેલ કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક છે તે તા.૧૨મી માર્ચના દિવસે જ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. આ સાથે તેઓ લોકસભાની ચૂંટણી જામનગરથી લડશે તેવું પણ મનાઇ રહ્યું છે. જોકે આ બાબતે હાર્દિક પટેલે કહ્યું હતું કે હું રાજકીય રીતે તૈયાર છું પણ હજુ કંઈ નક્કી નથી. દિલ્હીમાં કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ૧૨મી માર્ચે અડાલજમાં મળનારી જાહેર સભામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાય તેવું મનાઇ રહ્યું છે. જામનગર અને રાજકોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રેલી અને જાહેર સભા કરતા હાર્દિકે છેવટે જામનગરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બેઠકમાં લોકસભાની ૬ બેઠક પર એક નામ, ૧૦ બેઠક પર બે દાવેદારોના નામ નક્કી થયા છે. સાત બેઠકો પર ૨૦ માર્ચ સુધીમાં ઉમેદવારો જાહેર થઈ શકે છે.

Related posts

તળાવના વિકાસ તેમજ ટ્રાફિક સમસ્યા પ્રશ્ને અમદાવાદ મ્યુનિ. વિપક્ષના પ્રહારો

aapnugujarat

બહુચરાજીના સાત ગામોને મળશે માળખાકીય સુવિધાઓ

aapnugujarat

ચાંદોદ ખાતે નાયબ કલેક્ટર શિવાની ગોહિલ દ્વારા બેઠકનું આયોજન

editor

Leave a Comment

UA-96247877-1