Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રયાગરાજ : ત્રિવેણી સંગમમાં વડાપ્રધાન મોદીએ સ્નાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં આયોજિત કુંભ મેળામાં સામેલ થઇને મોદીએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી. ગંગા સ્નાન કર્યા બાદ મોદીએ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ મોદીએ પાંચ સફાઈ કર્મીઓના પગ ધોઇને તેમના આશીર્વાદ લીધા હતા. સફાઈ કર્મચારીઓના પગ ધોઇને મોદીએ તેમના પગ સ્વચ્છ કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. તેમને શોલની ભેંટ પણ આપી હતી. આ ગાળા દરમિયાન મોદીએ તેમની સ્થિતિ જાણવાના પ્રયાસ કર્યા હતા. કુંભમાં સ્વચ્છની વ્યવસ્થાને જોઇને મોદીએ તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, કુંભના કર્મચારીઓ સાફ સફાઈને લઇને કટિબદ્ધતાથી આગળ વધી રહ્યા છે. આ લોકોએ પોતાના પ્રયાસોથી કુંભના વિશાળ ક્ષેત્રમાં રાખવામાં આવેલી સાફ સફાઈથી દુનિયામાં ચર્ચા જગાવી છે. દરેક વ્યક્તિના જીવનમાં અનેક એવા પળ આવે છે જે ખુબ યાદગાર હોય છે. આજે આવા જ પળ તેમની લાઇફમાં આવ્યા છે. મોદીએ કહ્યું હતું કે જે સફાઈ કર્મીઓના પગ ધોયા છે તે પળ જીવનભર યાદ રહેશે. આ કર્મચારીઓને સ્વચ્છ કુંભમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. કુંભમાં હજુ સુધી ૨૦ કરોડ ૫૪ લાખ લોકો સ્નાન કરી ચુક્યા છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના મંત્રીમંડળની સાથે આસ્થાની ડુબકી લગાવી ચુક્યા છે. મોદી દેશમાં સ્વચ્છતાના મિશનને સતત આગળ વધારી રહ્યા છે. બીજી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો શુભારંભ તેઓએ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટથી કરી હતી. આ અભિયાન બે ભાગોમાં વિભાજિત છે. જેમાં સ્વચ્છ ભારત અભિયાનની જવાબદારી જળ અને સ્વચ્છતા મંત્રાલયની છે જ્યારે સ્વચ્છ ભારત અભિયાન શહેરી વિસ્તારની જવાબદારી શહેરી અને વિકાસ મંત્રાલયની છે.

Related posts

Bengaluru violence case: Ex corporator Abdul Rakeed Zakir arrested by Central Crime Branch

editor

अयोध्या में सरयु नदी किनारे बनेगी भगवान राम की विशाल प्रतिमा

aapnugujarat

સરહદ બાદ સમુદ્રી જેહાદની તૈયારીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1