Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના બે જહાજો સાઉથ ચાઇના સી નજીક પસાર થતાં ચીન ભડક્યું

સાઉથ ચાઇના સીના વિવાદિત દ્વિપોની નજીકથી અમેરિકાના બે જંગી શિપ પસાર થયા. રિપોર્ટ અનુસાર, અમેરિકાની આ હરકત પર ચીને વાંધો ઉઠાવ્યો છે. ચીનની નૌકાદળે અમેરિકાના જંગી જહાજો પસાર થવા પર કહ્યું કે, વોશિંગ્ટન મુસીબતમાં વધારો કરી રહ્યું છે.
સીએનએન રિપોર્ટ અનુસાર, એસએસ સ્પ્રુઆંસ અને યુએસએસ પ્રેબલ વિવાદિત ક્ષેત્રમાં સ્થિત દ્વિપોના ૧૨ નોટિકલ માઇલના અંતરેથી પસાર થયા. અમેરિકન નૌકાદળે આ અભિયાનને ફ્રીડમ ઓફ નેવિગેશન નામ આપ્યું છે.
અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોર દરમિયાન આ પ્રકારના પગલાંથી બીજિંગ નારાજ છે. અમેરિકા અને ચીનની વચ્ચે આ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે. કારણ કે, અમેરિકા ૨૦૦ બિલિયન ડોલરની ચીન ઇમ્પોર્ટ પર ટેરિફ ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા સુધી કરી શકે છે.
બીજિંગે અમેરિકાના જંગી જહાજ વિવાદિત ક્ષેત્રમાં આવવા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું, યુએસ અમારી વૉટર બાઉન્ડ્રીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અમેરિકા સાઉથ ચીન સમુદ્રમાં મુસીબતોને વધારે છે. તે શાંતિને ખતમ કરીને વધુ તણાવને વધારવા ઇચ્છે છે.
અમેરિકન નૌકાદળની ૭મી ફ્લિટના પ્રવક્તા કમાન્ડર ક્લે ડોસે કહ્યું, સોમવારનું ઓપરેશન ઇન્ટરનેશનલ નિયમો અનુસાર, સમુદ્ર રસ્તામાં યાત્રાને સુચારુ રાખવા અને વિના કારણે મેરિટાઇમ દાવાને પડકાર આપવા માટે ચલાવવામાં આવ્યું છે.

Related posts

मदरसे के बच्चों को बिजनेस का पाठ पढ़ाएंगी ट्रंप की बेटी

aapnugujarat

महाभियोग मामले पर ट्रंप ने जताई नाराजगी

aapnugujarat

Car bomb blast in Kandahar, 4 died and many injured

editor

Leave a Comment

UA-96247877-1