Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશના વિકાસ માટે પ્રિયંકા-રાહુલ ગાંધીનું નેતૃત્વ વધારે જરૂરી : મલ્લિકાર્જુન ખડગે

પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી થતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી. ખડગેએ જણાવ્યુ કે, પ્રિયંકા ગાંધીની ભલે મોડી એન્ટ્રી થઈ હોય પરંતુ તે યોગ્ય સમયે રાજનીતિમાં આવ્યા છે. દેશની જનતા તેમનામાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની ઝલક જુએ છે. પ્રિયંકા સૌમ્ય સ્વભાવના છે.
પ્રિયંકા કોંગ્રેસને મજબૂત બનાવવા સક્ષમ છે. ખડગેએ વધુમાં કહ્યુ કે, દેશનો વિકાસ કરવો હોય તો પ્રિયંકા અને રાહુલ ગાંધીનુ નેતૃત્વ વધારે જરૂરી છે. યુપીમાં સપા અને બપાસએ ગઠબંધન કરી કોંગ્રેસને તેમાથી બાકાત કરતા કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં પ્રિયંકા ગાંધીને ઉતાર્યા છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પૂર્વ યુપીની કમાન સોંપી છે.

Related posts

રાહુલ રાજસ્થાનમાં આગામી મહિને પ્રચારનું રણશિંગુ ફૂંકશે

aapnugujarat

અફઘાનિસ્તાન કરતા વધારે ક્રુરતા ભારતમાંઃ મુનવ્વર રાણા

editor

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભારત ભક્તિ અખાડો બનાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1