Aapnu Gujarat
Uncategorized

હાર્દિક બાદ રેશ્મા પણ મેદાનમાં, પોરબંદર કે જુનાગઢથી લડશે લોકસભા ચૂંટણી

લોકસભાની ચૂંટણીની જાહેરાત ટુંક સમયમાં થશે. રાજ્યના તમામ નાના-મોટા પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.આજે હાર્દિક પટેલ પણ લોકસભા ચૂંટણી લડશે તે વાતથી રાજકારણ ગરમાઈ ગયું છે. આ બધા વચ્ચે પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશ્મા પટેલે પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું મન બનાવી લીધુ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્દિક પટેલ બાદ રેશ્મા પટેલે પણ ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે.
રેશ્મા પટેલે પોરબંદર અથવા જુનાગઢ લોકસભા ચૂંટણી લડી શકે તેવી શક્યતા છે. આ સાથે રેશ્મા પટેલે સ્પષ્ટતા કરી છે કે, તે કોઈ પક્ષના ફાયદા માટે ચૂંટણી નહી લડે પરંતુ સમાજ માટે ચૂંટણી લડશે.તમને જણાવી દઈએ કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી સમયે રેશ્મા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો કેસ પહેર્યો હતો, પરંતુ સમય જતા ભાજપમાં રેશ્મા પટેલને હાંસીયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
રેશ્મા પટેલે હવે લોકસભાની ચૂંટણી માટે રણનીતી બનાવવાનું શરૂ કરી દીધુ છે. રેશ્મા પટેલે જે રીતે ભાજપ સામે બંડ પોકાર્યો છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે, તે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.કેમ જુનાગઢ અથવા પોરબંદરથી લડી શકે? – તો તમને જણાવી દઈએ કે, રેશ્મા પટેલ જુનાગઢ જિલ્લામાંથી આવે છે. જુનાગઢ તેમનું હોમ ટાુન ગણાય છે. જ્યારે પોરબંદર વિશે શક્યતા એટલા માટે દર્શાવવામાં આવી રહી છે, કે પોરબંદર વિસ્તારમાં પાટીદાર સમાજનીની બહુમતી છે.હમણાં થોડા સમય પહેલા જ રેશ્મા પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સામે બંડ પોકારી ભાજપ સામે નારાજગી દર્શાવી હતી. હવે જોવાનું એ રહેશે કે, ભાજપ પક્ષના આ ઉમેદવારે પક્ષ સામે આ રીતે બંડ પોકારી વિરોધ કરનાર કાર્યકર સામે કેવા પગલા લેશે.

Related posts

રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ : સુબ્રમણ્મય સ્વામીના પત્ર બાદ નોટીસ જારી

aapnugujarat

આજે ગીર-સોમનાથમાં યુવાકિસન લડત સમિતી દ્વારા જીએસટી પર થતા નુકસાનને લઇને કલેકટરને રજૂઆત કરવામાં આવી

aapnugujarat

લોકસભાનો જંગ : સૌરાષ્ટ્રની ૩ સીટો પર કાંટે કી ટક્કર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1