Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગૂગલ પરથી ઉઠી રહ્યો છે લોકોનો ભરોસો

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર સુંદર પિચાઈ અને તેમની ટીમ પર હવે તેમના પોતાના કર્મચારીઓનો ભરોસો ઘટી ગયો છે. પહેલાની સરખામણીએ આવુ માનનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે કે આ ટીમ ભવિષ્યમાં પ્રભાવશાળી નેતૃત્વ આપવામાં સક્ષમ છે. આ વાત એક તાજેતરના મીડિયા રીપોર્ટમાં સામે આવી છે.૨૦૧૮ના અંતમાં દર ૪માંથી ૩ કર્મચારીઓએ કહ્યું કે તેઓ પિચાઈના નેતૃત્વની ક્ષમતાને લઇને સકારાત્મક છે. એક વર્ષ પહેલા ૯૨ ટકા કર્મચારીઓએ સકારાત્મક જવાબ આપ્યો હતો. મીડિયા રીપોર્ટ મુજબ, આ તથ્ય ગૂગલના તાજા વાર્ષિક સર્વેમાં ઉજાગર થયો છે.સર્વેનું પરિણામ જાન્યુઆરીમાં આંતરિક રૂપથી જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ ગૂગલના કર્મચારીઓનો ભરોસો ૬ વર્ષના સર્વોચ્ચ નીચલા સ્તર પર છે.એવુ તથ્ય પણ સામે આવ્યું છે કે મહેનતાણાને લઇને કર્મચારીઓની સંતુષ્ટિમાં પણ ઘટાડો આવ્યો છે. એક વર્ષ પહેલા ૬૪ ટકા કર્મચારી સંતુષ્ટ હતા તો આ વખતે ૫૪ ટકા લોકોએ સકારાત્મક જવાબ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં ગૂગલના કર્મચારીઓએ જાતિય સતમાણીને લઇને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મોટા અધિકારીઓ પર જાતિય સતામણીના આરોપો બાદ દુનિયાભરના ગૂગલના ૨૦ હજારથી વધુ કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

Related posts

૨૦૧૭માં પાકિસ્તાને ૭૨૦ વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો

aapnugujarat

સુપ્રીમ કોર્ટના ૫૦ ટકાથી વધુ કર્મચારી સંક્રમિત

editor

सुशील मोदी ने PM को दी बधाई, कहा- केन्द्रीय मंत्रिमंडल में अनुभव और उत्साह का समन्वय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1