Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એચ-૧બી વિઝામાં અમેરિકામાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વિદેશીઓને પ્રાથમિકતા અપાશે

અમેરિકામાંથી ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદેશી લોકોને તક આપવા અંતર્ગત ટ્રમ્પ પ્રશાસને એચ-૧બી વિઝા અરજી સંબધિત નવી નીતીની જાહેરાત કરી છે. કહેવામાં આવ્યું છે કે નવી નીતી વધુ સક્ષમ, પ્રભાવી છે અને યોગ્ય લોકોને અમેરિકામાં આકર્ષિત કરવામાં સક્ષમ રહેશે. આ નિયમ તે આદેશને પલટાઈ દેશે જે અંતર્ગત અમેરિકા સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ(યુએસસીઆઈએસ) એચ-૧બી અરજીઓની પસંદગી કરતી હતી.
એચ-બી વિઝાને લાગુ કરવા માટે નિયમ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવશે. તેને એક એપ્રિલથી લાગુ કરવામાં આવશે. ઈમિગ્રેશન સર્વિસના જણાવ્યા પ્રમાણે-૨૦૨૦ના સત્ર માટે ઈલેકટ્રોનિક રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે.
ઈમિગ્રેશન સર્વિસિસના નિર્દેશક ફ્રાંસિસ સિસ્નાએ જણાવ્યું કે નવા નિયમોમાં સામાન્ય અને સ્માર્ટ ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી કંપનીઓને ફાયદો થશે. અમેરિકામાં નોકરી ઈચ્છતા વિદેશી કર્મચારીઓ અને તેના માટે મદદ કરનાર એજન્સીઓ એચ-૧બી વિઝા પ્રોગ્રામને સારો બનાવવામાં મદદ કરે છે.
જાન્યુઆરીની શરૂઆતમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે તે એચ-૧બી વિઝા સિસ્ટમમાં ફેરફાર કરવા માંગે છે. જેથી હોલ્ડર્સ દેશમાં રહી શકે અને અમેરિકાની સિટિઝનશીપ મેળવવાનો રસ્તો સરળ બને. એચ-૧બી વિઝા એક નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જેની ભારતીય આઈટી કંપનીઓમાં ખૂબ જ માંગ છે. આ અંતર્ગત અમેરિકાની કંપનીઓ વિદેશી એક્સપર્ટસને પોતાને ત્યાં નિમણૂંક કરે છે.
ઈમિગ્રેશન સર્વિસનું કહેવું છે કે નવી રજિસ્ટ્રેશન સિસ્ટમ લાગૂ થયા બાદ એમ્પલોયરો કંપનીનો સમગ્ર ખર્ચ ઓછો થશે અને સરકારની કાર્યક્ષમતામાં વધારો થશે.

Related posts

Jagmeet Singh became kingmaker by winning 24 seats in Canadian polls

aapnugujarat

Ex PM Nawaz Sharif’s daughter Maryam demands Imran Khan’s resignation

aapnugujarat

द. कोरिया के नाइट क्लब में बड़ा हादसा, दो लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1