Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાનની રામગઢ બેઠક કોંગ્રેસે જીતી

એકબાજુ હરિયાણાના જિંદમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઇ હતી જ્યારે બીજી બાજુ રાજસ્થાનના રામગઢમાં કોંગ્રેસ પાર્ટીની પેટાચૂંટણીમાં જીત થઇ હતી. આની સાથે જ કોંગ્રેસ પાર્ટીની વિધાનસભા સીટોની સંખ્યા વધીને ૧૦૦ ઉપર પહોંચી ગઈ છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૯૯ સીટો મળી હતી. રાજસ્થાનના રામગઢમાં કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ઝુબેર ખાનની ૧૨૨૨૮ મતે જીત થઇ હતી. લોકસભા ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસની આ જીત તેના કાર્યકરોમાં વધારે ઉત્સાહ વધારશે. વિધાનસભા ચૂંટણીના થોડાક દિવસ પહેલા જ રામગઢ વિધાનસભા ક્ષેત્રના બસપ ઉમેદવાર લક્ષ્મણસિંહનું અવસાન થતાં ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી. આ પેટાચૂંટણી લોકસભા ચૂંટણી પહેલાની છેલ્લી ચૂંટણી હતી જેથી પ્રતિષ્ઠત બની હતી.

Related posts

કર્ણાટક સરકાર પર સંકટના વાદળો

aapnugujarat

भारतीय लोकतंत्र समय की कसौटी पर हर बार खरा उतरा है : प्रणब मुखर्जी

aapnugujarat

एकतरफा नहीं होगा उपराष्ट्रपति पद का चुनावः गोपालकृष्ण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1