Aapnu Gujarat
રાષ્ટ્રીય

પત્ની ઘરે ૧૦ મિનિટ મોડી પહોંચતા પતિએ ટ્રિપલ તલાક આપ્યા

લોકસભામાં હાલમાં જ ટ્રિપલ તલાક બિલ પાસ થયું છે અને તેના કેટલાક સપ્તાહ બાદ જ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુપીમાં એક પતિએ તેની પત્નીને એટલા માટે છૂટાછેડા આપી દીધા કેમકે તે ઘરે ૧૦ મિનિટ મોડી પહોંચી હતી.પીડિતાએ જણાવ્યું હતું કે, તેણે તેના પતિને વચન આપ્યું હતું કે તે ૩૦ મિનિટમાં ઘરે આવી જશે પરંતુ જ્યારે તે ૩૦ મિનિટમાં ઘરે પહોંચી નહી તો તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા.
મહિલાએ જણાવ્યું હતું કે, તે તેના બીમાર દાદીને જોવા તેના માતાને ત્યાં ગઇ હતી. તેના પતિએ જણવ્યું હતું કે, તે ૩૦ મિનિટમાં ઘરે પરત ફરી જવી જોઇએ. જોકે તે ઘરે પરત ફરવામાં ૧૦ મિનિટ મોડી પડી ગઇ હતી આ વાતને કારણે ગુસ્સે ભરાયેલા પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. પતિએ તેની પત્નીના ભાઇના મોબાઇલ પર ફોન કરીને ત્રણ તલાક આપ્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, હું ત્રણ તલાક સાંભળીને હેરાન થઇ ગઇ હતી. પીડિતાએ તેના સાસરિયા પર માર-પીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.તેણે જણાવ્યું હતું કે, તેના માતા-પિતાએ તેના દહેજની માંગ પૂરી કરી નહતી તેથી તેને સાસરિયા ત્રાસ આપતા હતા. તેની સાથે અનેક વાર માર-પીટ કરતા હતા જેને કારણે તેને ગર્ભપાત પણ કરાવવું પડ્યું હતું. પીડિતાએ આ મામલે સરકાર પાસે મદદની માંગ કરી છે. ઇટાહ અલીગંજના પોલીસ અધિકારી અજય ભદોરિયાએ જણાવ્યું હતું કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

Related posts

રાજપૂત નેતાની જાહેરાત, ભણસાલી તેમની માતા પર ફિલ્મ બનાવશે

aapnugujarat

આધારમાં અપડેટ કરાવવા માટે લાગશે રૂપિયા ૧૦૦નો ચાર્જ

editor

દરેક પોલિંગ બૂથ પર વિજય મેળવવા કાર્યકરોને સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1