Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં સ્વાઈનફ્લુનો કેર, વધુ ત્રણના મોત થતા તંત્ર દોડતું થયું

રાજકોટમાં સ્વાઇન ફ્લુએ આજે વધુ ત્રણ લોકોનો ભોગ લીધો છે. ૨૦૧૯ના વર્ષમાં ૨૪ દિવસમાં ૧૫ દર્દીઓ મોતને ભેટતા તંત્ર દોડતું થયું છે. આજે રાજકોટ, ભાવનગર અને જૂનાગઢના ત્રણ વૃદ્ધના સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયા હતા.બે દિવસ પહેલા એક જ દિવસમા ત્રણના મોત થયા હતા. ત્યારબાદ ગઇકાલે એકનું મોત થયું હતું. આજે એકીસાથે ત્રણ દર્દીના મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ૨૪ દિવસમા કુલ ૭૫ કેસ પોઝિટીવ નોધાયા છે. આજે પણ રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૩૨ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. મહાનગરપાલિકા અને જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. સૌરાષ્ટ્રભરમાંથી સ્વાઇન ફ્લુના દર્દીઓ રાજકોટ સારવાર માટે આવતા હોવાથી અહીં મૃત્યુદરના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે તેવું તંત્ર જણાવી રહ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મનિષ મહેતાએ જણાવ્યું હતું કે,વેક્સીન ખૂટી ગઇ છે. સ્વાઇન ફ્લુ વોર્ડમાં કામ કરતા કર્મચારીઓને આ વેક્સીન અપાય છે જે ખૂટી ગઇ છે. આ વેક્સીનથી કર્મચારીઓને સ્વાઇન ફ્લુ સામે રક્ષણ મળે છે. દેશની એક પણ હોસ્પિટલમાં આ પ્રકારની વેક્સીન નથી. વેક્સીનનું ઉત્પાદન કરતી કંપનીએ વેક્સીન આપવાનું બંધ કર્યું છે.

Related posts

मैच खत्म करना कप्तान कोहली से सीखा है : अय्यर

aapnugujarat

કેશોદ તાલુકાના ગામડાઓમાં ચોરોનો તરખાટ વધ્યો

editor

ગીર સોમનાથ જિલ્લામાં સરદાર સાહેબનો દેશની એકતા-અખંડિતતાનો સંદેશો જન-જન સુધી પહોચાડવા એકતાયાત્રાનો શુભારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1