Aapnu Gujarat
રમતગમત

વ્યક્તિગત અહંકાર મહિલા ક્રિકેટના વિકાસના આડે ન આવવો જોઈએ : કપિલ દેવ

ચિંતિત’ બનેલ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતની મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે ડબ્લ્યુ. વી. રામનની કરાયેલી નિમણૂકને રોકવા સી. ઓ. એ. (કમિટી ઑફ એડિ્‌મનિસ્ટ્રેટર્સ)ના સભ્ય ડાયના એદલજી દ્વારા થઈ રહેલા પ્રયાસ માટે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કપિલની આગેવાની હેઠળ શાંતા રંગસ્વામી અને અંશુમન ગાયકવાડના સમાવેશ સાથેની ખાસ નિયુક્ત કરાયેલ સમિતિએ ભારતના વર્લ્ડ કપ વિજયી કોચ ગેરી કર્સ્ટન અને વેંકટેશ પ્રસાદ સહિત કેટલાક ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લઈ ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન રામનની પસંદગી કરી હતી.
એદલજીએ પોતાની માન્યતા વિના રામનની નિમણૂક કરવામાં અપનાવાયેલી પદ્ધતિનો સતત વિરોધ કરતા તેને ગેરકાયદેસર લેખાવી છે અને રામનની નિમણૂકના પત્રને પણ સી. ઓ. એ.ના વડા વિનોદ રાય તરફથી માન્ય કરાવા પહેલા રોકી લેવાની કોશિશ કરી હતી.
આવી બધી ઘટનાથી હું બહુ ચિંતિત બન્યો છું અને મારે કોઈનું નામ લેવું નથી, પણ કોઈ એક વ્યક્તિનો અહંકાર રાષ્ટ્રમાં મહિલા ક્રિકેટના વિકાસની વચ્ચે આવવો ન જોઈએ, એમ ૧૯૮૩ની ભારતની વર્લ્ડ કપ વિજયી ટીમના સુકાની કપિલે આ સમાચાર સંસ્થાને કહ્યું હતું.
કપિલે વધુમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિને પસંદગી અને અણગમો હોય છે, પણ રાષ્ટ્રના મહિલા ક્રિકેટથી તે વધુ ન હોવો જોઈએ.

Related posts

टेस्ट जर्सी सादी ही अच्छी लगती है : ब्रेट ली

aapnugujarat

આવતીકાલે રાજસ્થાન-કોલકાતા વચ્ચે રોમાંચક જંગ

aapnugujarat

જાપાનમાં ફૂટબૉલ અને બેઝબૉલ મેચ માટે દર્શકોને પરવાનગી મળતા પ્રશંસકો માં ભારે ઉત્સાહ

editor

Leave a Comment

UA-96247877-1