Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત માતાની જય બોલવી જરૂરી છે : વસીમ રિઝવી

ઉત્તરપ્રદેશ શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ભારત માતાકી જય બોલવા પર નિવેદન આપતા કહ્યું કે, ભારત માતાની જય બોલવી જરૂરી છે. પંદરમી ઓગસ્ટના રોજ ધ્વજવંદન બાદ જે કોઈ પણ ભારત માતાની જય નહીં બોલે તેની વિરૂદ્ધ શિયા વકફ બોર્ડ કાર્યવાહી કરશે.  વધુમાં તેઓએ જણાવ્યું કે, મુસ્લિમ સમાજમાં એજ્યુકેશનનું પ્રમાણ ઓછું છે. મદ્રેસામાં ભણાવતા મૌલવીઓ આજે મુસ્લિમ સમાજના સામાજીક અને રાજકીય નિર્ણય લઈ રહ્યા છે. પંદરમી ઓગસ્ટ ભારતની જીતનો દિવસ છે. ભારતની સ્વતંત્રતાનો દિવસ છે.  ઉલ્લેખનીય છે કે, આ દિવસ એ છે કે જ્યારે ગુલામ હિન્દુસ્તાન પર આઝાદીની જીત થઈ હતી. ભારતમાતાની જય એ ભારતની જીતનો નારો છે. કોઈ પણ ધર્મમાં ભારતમાતાની જય બોલવા પર પ્રતિબંધ નથી. ત્યારે પંદરમી ઓગસ્ટના રોજ ધ્વજવંદન બાદ ભારત માતાની જયનો નારો લગાવવો ફરજીયાત છે. જે કોઈ પણ ભારત માતાની જય નહીં બોલે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Related posts

बेगूसराय से ही चुनाव लड़ेंगे गिरिराज सिंह : अमित शाह

aapnugujarat

ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર વડાપ્રધાન મોદીને મળશે

editor

PM releases commemorative postage stamp on Hemvati Nandan Bahuguna

aapnugujarat

Leave a Comment

UA-96247877-1