Aapnu Gujarat
મનોરંજન

પર્સનલ લાઈફ વિશે કંઈ નહિ કહું : પ્રિયંકા ચોપરા

અભિનેત્રી પ્રિયંકા ચોપડા છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ કારણોથી ચર્ચામાં છે. તેની પ્રોફેશનલથી લઈને પર્સનલ જીંદગી સમાચારોમાં છવાયેલી છે. અમેરિકી સિંગર બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સગાઈના સમાચારો ઘણા સમયથી આવી રહ્યા છે પરંતુ પ્રિયંકાએ હજુ સુધી આના પર કોઈ સ્પષ્ટતા આપી નથી. સોમવારે એક કાર્યક્રમ માટે દિલ્હી પહોંચેલી પ્રિયંકાએ પહેલી વાર પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરી. એક તરફ ફેન્સ પ્રિયંકા પાસેથી નિક જોનસ વિશે જાણવા ઈચ્છે છે ત્યાં બીજી તરફ પ્રિયંકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે પોતાની પર્સનલ લાઈફ વિશે કંઈ જ નહિ કહે.
એક કાર્યક્રમ માટે દિલ્હી આવેલી પ્રિયંકાએ નિક જોનસ સાથે તેની સગાઈ અંગે કરવામાં આવેલા સવાલ પર કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. પ્રિયંકાએ કહ્યુ, ‘મારા જીવનમાં બધુ લોકો માટે નથી. મારા જીવનની ૯૦ ટકા વાતો લોકો માટે છે પરંતુ ૧૦ ટકા મારા પોતાના માટે છે. હું એક યુવતી છુ અને તેને પોતાના સુધી સીમિત રાખવાનો મને પૂરો અધિકાર છે.’
પ્રિયંકાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે અફવાઓથી કેવી રીતે ડીલ કરે છે ત્યારે તેણે કહ્યુ કે ક્યારેક તેનાથી મુશ્કેલી થાય છે અને ક્યારેક હસવુ આવે છે. પ્રિયંકાએ પોતાના અને નિકના સંબંધોને પીઆર બતાવવા પર કહ્યુ કે તે કોઈ ઓફિસ માટે નથી લડી રહી એટલા માટે તેને કોઈને સ્પષ્ટતા આપવાની જરૂર નથી.

Related posts

સલમાનના જન્મદિને ચાહકોએ આપેલ શુભેચ્છા

aapnugujarat

कलाकार का मकसद अपमानित करना नही है : सोहा अली खान

aapnugujarat

હુમા કુરેશી પોતાની અલગ ઓળખ ઉભી કરવા સફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1