Aapnu Gujarat
ગુજરાત

મકતમપુરા વોર્ડમાં ૧૮૦૦ મીટરની પાણીની લાઈન નાંખવા પ્રક્રિયા શરૂ

છેલ્લા ઘણાં સમયથી પાણી માટે સંઘર્ષ કરી રહેલા શહેરના મકતમપુરા વોર્ડની સોસાયટીઓ પૈકી ૧૦ જેટલી સોસાયટીઓમાં રૂપિયા ૪૫ લાખના ખર્ચથી ૧૮૦૦ મીટરની પાણીની લાઈન નાંખવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ અંગે મળતી માહીતી અનુસાર,ગત બુધવારના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ વોર્ડના કોર્પોરેટર અસરારબેગ મીરજા દ્વારા ૪૦ ચોરસમીટરના મકાનો ધરાવતી સોસાયટીઓને મુખ્યમંત્રી સ્વર્ણિમજયંતિ યોજના હેઠળ પાણીની લાઈનો નાંખવા રજુઆત કરવામાં આવી હતી.આ અંગે મેયર ગૌતમ શાહે કહ્યુ છે કે,નવા પશ્ચિમઝોનના મકતમપુરા વોર્ડમાં બરફની ફેકટરીવાળા રોડ ઉપર આવેલી ૪૦ ચોરસમીટરના મકાનો ધરાવતી ૧૦ જેટલી સોસાયટીઓને પાણી પુરૂ પાડવા માટે ૧૮૦૦ મીટરની લાઈનો નાંખવા આજે ખાતમુર્હત કરવામાં આવ્યું છે.આ સોસાયટીઓને પાણી પુરૂ પાડવા એસ.ટી.પી.ખાતેના બોરથી સોસાયટી સુધી પાણીની લાઈન નાંખવા મેયર બજેટમાંથી ૧૦ લાખ ફાળવવામાં આવ્યા છે.

Related posts

તલોદ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

EWS આવાસ : કોમ્પોસ્ટ ખાતર માટેના મશીનો મુકાશે

aapnugujarat

કૃષિ અને ઊર્જા મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1