Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કીકી ચેલેન્જનો પ્રથમ વિડિયો વાયરલ,વડોદરાની મહિલાએ કર્યો ડાન્સ

હજી તો  મંગળવારે જ ગુજરાત પોલીસે એક ટિ્‌વટ કરીને લોકોને કીકી ચેલેન્જ ન આપવા કે ન સ્વીકારવાની શીખામણ આપી હતી. પરંતુ ગુજરાત પોલીસની ચેતવણી કે સલાહની કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી. ગુજરાતમાં કીકી ચેલન્જનો પ્રથમ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વડોદરાની એક કોમેડિયન મહિલાનો છે. વીડિયોમાં મહિલા પોતાની કાર બહાર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં દેખાતી મહિલા રિઝવાના મીર હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાના વાયરલ થયેલા આ વીડિયોમાં રિઝવાના મીર નામની મહિલા કાર નીચે વિવિધ સ્ટેપ્સ કરી રહી છે. રિઝવાના મીર કોમેડિયન હોવાનું માલુમ પડ્યું છે. આ વીડિયા તેના પુત્ર સૈયદ મીરે શૂટ કર્યો હતો. મહિલાના પુત્રએ આ અંગે ખુલાસો કર્યો હતો કે કારને બે લોકો ધક્કો મારીને ચલાવી રહ્યા હતા. તેની માતાએ કારમાંથી કૂદકો માર્યો ન હતો પરંતુ તે પહેલેથી જ કારની બહાર હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ વીડિયોને અત્યાર સુધી એક લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે, તેમજ એક હજારથી વધારે લોકો તેના પર પ્રતિક્રિયા આપી ચુક્યા છે.
કીકી ચેલેન્જ બાબતે ગુજરાત પોલીસે એક ટિ્‌વટ કરીને કહ્યું છે કે લોકોએ આવી કોઈ ચેલેન્જ આપવી કે સ્વીકારવી નહીં. પોલીસે ટિ્‌વટમાં એવી પણ વિનંતી કરી છે કે તમારા બાળકો, સહકર્મીઓ કે અન્ય વ્યક્તિને આવા સ્ટેપ ન કરવા સમજણ આપો.

Related posts

मोरारी बापू की अपील पर अयोध्या में राम मंदिर के लिए 18.61 करोड़ का मिला दान

editor

અમદાવાદ મ્યુનિ. કચેરી ૫૦% સ્ટાફ સાથે રોટેશન કરવા આદેશ

editor

જમીન રીસર્વેમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1