Aapnu Gujarat
રમતગમત

અર્જુન તેંડુલકરનો ફ્લોપ શૉ,શું કારકિર્દી પર પૂર્ણવિરામ…?

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને હમણાં જ શ્રીલંકામાં રમવામાં આવેલી યૂથ ટેસ્ટ સિરિઝ માટે ઈન્ડિયા ેં-૧૯ ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને આ સિરિઝમાં કોઈ પણ ખાસ કમાસ કર્યું નથી. જેને જોતાં તેને અગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં પણ વાપસીની ખાસ આશા જોવા મળી રહી નથી. ૧૮ વર્ષનો અર્જુન એક ફાસ્ટ બોલર-ઓલરાઉન્ડર છે, શ્રીલંકામાં તેની પાસેથી ઘણી આશા હતી, પરંતુ તે તેના પર ખરો નથી ઉતર્યો.
૧૮ વર્ષીય અર્જુન તેંડુલકરે શ્રીલંકા-છ વિરુદ્ધ ૧૭ જુલાઈથી શરૂ થયેલ પહેલી યૂથ ટેસ્ટથી ડેબ્યુ કર્યું હતું. ફાસ્ટ બોલર તરીકે તેની પાસે આ મેચમાં ઘણી આશા હતી. જેથી તેની પાસે સ્ટ્રાઈક બોલર તરીકે બોલિંગ કરાવવામાં આવી. પરંતુ ઘણાં પ્રયત્ન કરવા છતાં અર્જુન ખાસ કમાલ દેખાડી શક્યો ન હતો. તેને ફસ્ટ ઈનિંગમાં ૧૧ ઓવરમાં ૨ મેડનની સાથે ૩૩ રન આપી માત્ર ૧ વિકેટ લઈ શક્યો. આવી જ પરિસ્થિતિ તેની બીજી ઈનિંગમાં પણ રહી અને ૧૧.૨ ઓવરની બોલિંગ કર્યા બાદ તે ૩૨ રન આપી માત્ર ૧ વિકેટ લઈ શક્યો. બોલિંગ પછી બેટિંગમાં વધુ ફ્લોપ સાબિત થયો હતો.
બીજી યૂથ ટેસ્ટમાં પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી. ૨૪ જુલાઈથી શરૂ થયેલી બીજી યૂથ ટેસ્ટ મેચમાં લાગ્યું કે, અર્જુન આજે બેટિંગમાં કમાલ કરશે. તેણે આવતાની સાથે બે ચોગ્ગા ફટકાર્યા અને મોટો સ્કોર બનાવાવને લઈ ઉતાવળો જોવા મળ્યો, પરંતુ તે ૧૮ બોલમાં ૧૪ રન પર રન આઉટ થઈ ગયો.
જ્યારે અર્જુન બોલિંગમાં પણ ફેઈલ થયો. તેણે પહેલી ઈનિંગમાં ૧૫ ઓવરમાં ૩૩ રન આપી એક પણ વિકેટ ન લીધી. બીજી ઈનિંગમાં પણ તેણે ૯ ઓવરની બોલિંગ કરી અને ૩૯ રન આપી માત્ર ૧ વિકેટ લીધી. આ રીતે આ મેચમાં પણ તે ખાસ પ્રદર્શન ન કરી શક્યો.
અત્રે નોંધનીય છેકે, અર્જુનને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું તે પછી હવે તેને વન ડે ટીમના લાયક જ નથી માનવામાં આવ્યો. એવામાં પ્રશ્ન એ છેકે, તે અગામી સમયમાં ક્રિકેટની વધતી જતી કોમ્પિટિશનમાં પોતાનું પ્રદર્શન સુધારી શકશે. જે જોવાનું રહેશે.

Related posts

શ્રીસંતને રાહત થઇ : પ્રતિબંધ આખરે ઉઠાવી લેવાનો નિર્ણય

aapnugujarat

જોકોવિચને ચોથીવાર લોરેસ વર્લ્ડ સ્પોટ્‌ર્સમેન એવોર્ડ મળ્યો

aapnugujarat

कोहली १२० अंतराष्ट्रीय सतक लगा सकते है : शोएब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1