Aapnu Gujarat
મનોરંજન

રિતિક – કંગના વચ્ચે ટક્કર થશે

બોલિવુડની ક્વીન ગણાતી કંગના રાણાવત અને સ્ટાર અભિનેતા પૈકી એક રિતિક રોશન વચ્ચે ખેંચતાણને લઇને તમામ લોકો વાકેફ છે. બંને આ વખતે બોક્સ ઓફિસ પર આમને સામને આવનાર છે. મળેલી માહિતી મુજબ કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી અને રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ બંને એક દિવસે રજૂ કરવામાં આવનાર છે. બંનેની ફિલ્મો ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને વચ્ચે તમામ બાબતો શરૂઆતથી પણ સારી રહી નથી. કોઇ સમય બંને એકબીજાના પ્રેમમાં રહ્યા હતા. જો કે ત્યારબાદ તેમની વચ્ચે ખેંચતાણની શરૂઆત થઇ હતી. બંને વચ્ચે લડાઇની શરૂઆત એ વખતે થઇ હતી ત્યારે કંગનાએ મીડિયાની સામે સિલી એક્સ કહીને રિતિક અને તેની વચ્ચે રિલેશન હોવાની વાત કરી હતી. તેમની વચ્ચે વિવાદ એટલી હદ સુધી વધી ગયો હતો કે મામલો કોર્ટમાં અને પોલીસમાં પહોંચ્યો હતો. હવે બંને ફિલ્મો પ્રજાસત્તાક દિવસે રજૂ કરવામાં આવનાર છે. મણિકર્ણિકા ફિલ્મના નિર્માતા કમલ જૈને ફિલ્મની રજૂઆતની તારીખ જાહેરા કરી દીધી છે. આ ફિલ્મ ઝાંસીની રાની સાહસી લક્ષ્મીબાઇની લાઇફ પર આધારિત છે. બીજી બાજુ રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ ગણિતશાસ્ત્રી આનદ કુમારના રોલમાં છે. તેમની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં રિતિક રોશનને મુખ્ય શાનદાર ભૂમિકા આપવામાં આવી છે. બંને મોટી ફિલ્મ હોવાથી જાન્યુઆરીમાં ચાહકોને બો મોટી ફિલ્મ જોવા મળશે. રિતિક રોશન હાલમાં કેટલાક અન્ય પ્રોેજેક્ટમાં પણ સામેલ છે. જેમાં પિતા રાકેશ રોશનની ફિલ્મોનો સમાવેશ થાય છે. રિતિક રોશન એક ફિલ્મ ટાઇગર શ્રોફ સાથે પણ કરવા જઇ રહ્યો છે. જે એક્શનથી ભરપુર ફિલ્મ છે.

Related posts

સેલિબ્રિટીએ વેક્સિનનો લીધો ફર્સ્ટ ડોઝ

editor

सलमान के पिता बनेंगे जैकी श्रॉफ

aapnugujarat

સારા અલી ખાને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1