Aapnu Gujarat
રાષ્ટ્રીય

પતિએ પત્નીને પ્રાઈવેટ પાર્ટમાં શોક આપી મારી નાંખી

છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના એક જવાને પોતાની પત્નીને તેના પ્રાઇવેટ પાર્ટીમાં શૉક આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જવાનને આશંકા હતી કે તેની પત્ની તેની સાથે બેવફાઈ કરી રહી છે. છત્તીસગઢના બલોદાબાઝાર-ભટાપરા જિલ્લામાં આ સનસની બનાવ બન્યો હતો.
આ અંગે આસિસ્ટન્ટ સબ-ઇન્સપેક્ટર પારસ રામ જગતે જણાવ્યું હતું કે, “લક્ષ્મી જ્યારે બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી ત્યારે તેનો પતિ સુરેશ મીરી આવી પહોંચ્યો હતો અને તેને ફટકારવા લાગ્યો હતો. માર મારવાથી તેણી બેભાન થઈ ગઈ હતી. બાદમાં સુરેશે વીજળીના જીવતા વાયરથી લક્ષ્મીના પ્રાઇવેટ પાર્ટમાં શૉક આપ્યો હતો, જેના કારણે તેણીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
સુરેશ મીરી દાંતેવાડા ખાતે આવેલી સીએએફની છઠ્ઠી બટાલિયનમાં કૂક તરીકે ફરજ બજાવે છે. પોલીસ તપાસમાં સુરેશ તેની પત્ની લક્ષ્મીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સુરેશને આશંકા હતી કે તેની પત્નીના લગ્નેત્તર સંબંધો છે.
પત્નીની હત્યા બાદ સુરેશે તેના સાસરિયાને ફોન કરીને પત્ની બીમાર હોવાનું જણાવ્યું હતું. બાદમાં તે એક વાહન ભાડે કરીને પત્નીના મૃતદેહને તેના વતન મુંગેલી જિલ્લાના ખરજી ગામ ખાતે લઈ ગયો હતો. બાદમાં સુરેશે લક્ષ્મીના માતાપિતાને એવું કહ્યું હતું કે બીમારીને કારણે તેનું મોત થઈ ગયું છે. જોકે, લક્ષ્મીની બોડી જોયા બાદ શંકા જતા તેના માતાપિતાએ પોલીસને જાણ કરી હતી.

Related posts

मॉब लिचिंग : बच्चा चोर की अफवाह फैला बेकसूर को पीटा

aapnugujarat

Mahmood Madani says Muslims from Islamic countries should not be allowed citizenship of India

aapnugujarat

मुलायम सिंह यादव को अब सस्ती कार देगी यूपी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1