Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ફેસબુક પરથી હાફીઝની પાર્ટીનું પેજ રદ કરાયું

પાકિસ્તાન ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી રહેલા ત્રાસવાદી હાફીઝ સઇદ અને તેના ઉમેદવારોને ચૂંટણીથી પહેલા જ મોટો ફટકો પડી ગયો છે. સોશિયલ મિડિયાના સૌથી મોટા પ્લેટફોર્મ ફેસબુકે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી હાફીઝ સઇદની પાર્ટી મિલિ મુસ્લિમ લીગના પેજને ડિલિટ કરી દેવાની જાહેરાત કરી છે. મિલિ મુસ્લિમ લીગ દ્વારા પણ આને સમર્થન આપી દેવામાં આવ્યું છે. ફેસબુકે હાફીઝ સઇદની પાર્ટી અને ઉમેદવારોના પેજને ડિલિટ કરીને મોટો ફટકો આપી દીધો છે. માત્ર પાર્ટી જ નહીં બલ્કે ફેસબુકે પાર્ટીના ઉમેદવારો ઉપરાંત તેની સાથે જોડાયેલા અનેક પેજને ડિલિટ કરી દીધા છે. સોશિયલ મિડિયા કંપનીએ આ નિર્ણય કેમ કર્યા છે તે અંગે કોઇ કારણ પાર્ટી તરફથી આપવામાં આવ્યા નથી. મિલિ મુસ્લિમ લીગના નેતાએ કહ્યું છે કે, આ અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે પ્રહાર તરીકે છે. તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ફેસબુકે પોતાની નિતીઓનો ખુલ્લો ભંગ કર્યો છે. પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે ચૂંટણી યોજાનાર છે. પાકિસ્તાનમાં પ્રતિબંધિત હાફીઝ સંગઠન જમાત ઉદ દાવાના રાજકીય ફ્રન્ટને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. ત્યારબાદ મિલિ મુસ્લિમ લીગ દ્વારા અલ્લાહ ઓ અકબર તહેરીક નામના રાજકીય પક્ષ સાથે સેંકડો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. ફેસબુકે ૨૫મી જુલાઈના દિવસે યોજાનાર ચૂંટણી પહેલા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી છે. પાકિસ્તાની મિડિયામાં આજે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મિડિયાના ક્ષેત્રની અગ્રણી કંપની તમામ બાબતો ઉપર ધ્યાન આપી રહી છે. મંચના દુરુપયોગને રોકવા માટે એક સમર્પિત ટીમ પણ ફેસબુક દ્વારા સક્રિય કરી દેવામાં આવી છે. હાફીઝ સઇદને મોટો ફટકો ચૂંટણી પહેલા પડ્યો છે.

Related posts

यूएन के टीआईआर कन्वेंशन से जुड़ने वाला ७१वां देश बना भारत

aapnugujarat

जिम्बाब्वे के पूर्व राष्ट्रपति रॉबर्ट मुगाबे के निधन के बाद देश में राष्ट्रीय शोक

aapnugujarat

જાપાનમાં 155 ધરતીકંપ : નવા વર્ષના પ્રથમ દિવસે જ 20ના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1