Aapnu Gujarat
મનોરંજન

શાહિદ કપુર શ્રદ્ધાની ફિલ્મ સપ્ટેમ્બરમાં રજૂ થશે

શાહીદ કપુર, શ્રદ્ધા કપુર અને યામી ગૌતમ અભિનિત ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. સંજય લીલા ભણશાળીની લોકપ્રિય અને ભારે ચર્ચા જગાવનાર ફિલ્મ પદ્માવતની સફળતા બાદ હવે શાહિદ કપુર ખુબ ખુશ દેખાઇ રહ્યો છે. તે નવી ફિલ્મમાં કામને લઇને વ્યસ્ત થઇ ગયો છે. શાહિદ કપુર હવે નવી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. ફિલ્મનુ શુટિંગ થોડાક સમય માટે રોકવામા ંઆવ્યા બાદ હવે ફરી શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૧૮માં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. શ્રદ્ધા કપુર અને શાહિદ કપુરની જોડી અગાઉ પણ સાથે કામ કરી ચુકી છે. બન્નેની જોડી ફરી જાદુ જગાવવા માટે તૈયાર છે. ઉત્તરાખંડના તહેરી ખાતે બન્ને શુટિંગ કરી રહ્યા છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં મંદિર અને ગ્લેસિયરની આસપાસ કરવામાં આવી રહ્યુ છે. તહેરી લેક ખાતે પણ શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. ઓલ્ડ વર્લ્ડ માર્કેટમાં પણ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવ્યુ છે. તહેરી વિસ્તારમાં શાહિદ અને શ્રદ્ધા કપુરને સ્થાનિક લોકો તરફથી ખુબ સહકાર મળી રહ્યો છે. શ્રી નારાયણસિંહના નિર્દેશન હેઠળ આ ફિલ્મ બની રહી છે. ફિલ્મ વિજળીની અછતના સામાજિક મુદ્દા પર આધારિત છે. ઇલેક્ટ્રીસિટી બિલમાં કઇ રીતે કમી આવી શકે અને અન્ય કેટલાક પાસામાં તેમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ શાહિદ કપુર પદ્માવત ફિલ્મમા રાણા રતનસિંહના રોલમાં જોરદાર રીતે રોયલ દેખાયા બાદ હવે તે નવી ફિલ્મમાં નવા અવતારમાં કામ કરવા જઇ રહ્યો છે. શ્રદ્ધા કપુર પણ કેટલીક ફિલ્મ ધરાવે છે. જેમાં સાયના લાઇફ પર બની રહેલી ફિલ્મમાં તે કામ કરે છે.

Related posts

અજીત ડોભાલનાં જીવન પર બનનારી ફિલ્મમાં અક્ષય હીરો

aapnugujarat

सुशांत केस : बिहार के अधिकारी को बीएमसी ने किया क्वारंटीन, सीएम नीतीश बोले – जो हुआ वो ठीक नहीं

editor

जैक स्नायडर की फिल्म में नजर आएंगी हुमा कुरैशी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1