Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં વીજળી પડતાં ચારનાં મોત

બિહારના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના બની છે. અહીં વીજળી પડતા સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર કરવા માટે આવેલા ચાર લોકોના મોત થઇ ગયા હતા અને અન્ય ૧૭ લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં ઔરંગાબાદના ગામ દુમુહાનમાં કૃષિ સહકારી સંઘના ચેરમેન રમેશ દુબેના અવસાન બાદ ગ્રામીણ લોકો તેમના અંતિમસંસ્કાર માટે આવ્યા હતા. આગાળા દરમિયાન સ્મશાન ઘાટમાં જ્યારે તમામ લોકો પાર્થિવ દેહને લઇને પહોંચ્યા ત્યારે જોરદાર વરસાદ શરૂ થઇ ગયો હતો. દોડનગર સબ ડિવિઝનમાં પોલી અધિકારી રાજ કુમારે માહિતી આપતા કહ્યુ ઓબરા પોલીસ સ્ટેશન હેઠળ દુમુહા સ્મશાન ઘાટમાં આકાશીય વિજળી પડતા ચાર લોકોના મોત થઇ ગયા હતા. અને અન્ય ૧૭ લોકો ઘાયલ થઇ ગયા હતા. રમેશ દુબેની ચિતાને અગ્નિદાહ આપવાની વિધી ચાલી રહી હતી ત્યારે એકત્રિત થયેલા લોકો પર વીજળી પડી હતી. જેમાં ૨૧ લોકો સકંજામાં આવી ગયા હતા. તમામને ઘાયલ હાલતમાં ઔરંગાબાદની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
જ્યાં ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જો કે ભારે વરસાદના કારણે પણ અગ્નિદાહ વેળા અગ્નિ બુઝાઇ ન હતી. જાણકાર લોકોએ કહ્યું છે કે, અંતિમ સંસ્કારવેળા જ જોરદાર વરસાદની શરૂઆત થઇ ગઈ હતી. ચાર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર કરવા માટે ગયેલા લોકો જ મૃત્યુ પામતા આ ઘટના સમગ્ર ઔરંગાબાદમાં જોવા મળી હતી. ઔરંગાબાદના ગ્રામિણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન ઉપર પણ અસર થઇ હતી.

Related posts

સીએસઇ રિપોર્ટ:દિલ્હીમાં પાંચ વર્ષમાં સૌથી ઓછું પ્રદૂષણ મુંબઇ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઇમાં વધ્યું

aapnugujarat

भाजपा की कुनीतियों के कारण जनता तबाह-परेशान : अखिलेश यादव

aapnugujarat

नीतीश ही होंगे गठबंधन का चेहरा : चिराग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1