Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

બેંગ્લોર ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના ૬ વિકેટે ૩૪૭ રન

બેંગ્લોરમાં શરૂ થયેલી એક માત્ર ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારતે જંગી જુમલો ખડક્યો હતો. આજે રમત બંધ રહી ત્યારે ભારતે છ વિકેટે ૩૪૭ રન કર્યા હતા. ૯૦ ઓવરની નિર્ધારિત રમ પ્રથમ દિવસે શક્ય બની ન હતી. ભારતે તેની પ્રથમ વિકેટ ૧૬૮ રને ગુમાવી હતી તે વખતે શિખર ધવન ૯૬ બોલમાં ૧૯ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૧૦૭ રન કરીને આઉટ થયો હતો. રશીદ ખાને રહાણેની વિકેટ ઝડપી હતી. રહાણે ૧૦ રન કરીને આઉટ થયો હતો. આજે રમત બંધ રહી ત્યારે હાર્દિક પંડ્યા ૧૦ અને અશ્વિન સાત રન સાત રન સાથે રમત હતા. દિનેશ કાર્તિક ચાર રન કરીને રનઆઉટ થયો હતો. રક્તપાતના કારણે અફઘાનિસ્તાનમાં ક્રિકેટને ભારે નુકસાન થયું છે. બેંગ્લોરમાં શરૂ થયેલી ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પરિપૂર્ણ કરી લેવામાં આવી હતી. આજે ટેસ્ટ મેચ રમતાની સાથે જ અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટ રમનાર ૧૨મી ટીમ બની હતી. આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રશીદ ખાન, જાદરાન, મોહમ્મદ શહેઝાદ જેવા ખેલાડી રમી રહ્યા છે. ભારત અફઘાનિસ્તાનના ખુબ જ નજીકના સાથી દેશ તરીકે છે. બીસીસીઆઈએ પૂર્ણ મદદ કરીને તેની રાષ્ટ્રીય ટીમના અભ્યાસ માટે પોતાના સ્ટેડિયમ ખુલ્લા મુકી દીધી છે. મુરલી વિજય, ચેતેશ્વર પુજારા લાંબી ઇનિંગ્સ રમવા માટે તૈયાર છે. ભારતના આ અનુભવી બેટ્‌સમેનોને રોકવાની બાબત અફઘાનિસ્તાનના બોલરો માટે સરળ રહેશે નહીં. શહઝાદ જેવા આક્રમક બેટ્‌સમેન પોતે કઇ રીતે નિયંત્રણ મેળવે છે તે બાબત ઉપયોગી રહેશે. રશીદ ખાનની બોલિંગ પર અફઘાનિસ્તાન મુખ્યરીતે આધારિત છે. હાલમાં યોજાયેલી આઇપીએલમાં રશીદ ખાનનો દેખાવ ધરખમ રહ્યો હતો. આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં ચેતેશ્વર પુજારા છઠ્ઠા રેંકિંગમાં છે જ્યારે રહાણે ૧૮માં ક્રમે છે. લોકેશ રાહુલ ૧૯માં ક્રમે છે. આ ખેલાડીઓ પોતાની સ્થિતિને મજબૂત કરવા પ્રયાસ કરશે. બીજી બાજુ બોલિંગમાં રવિન્દ્ર જાડેજા ચોથા સ્થાને છે અને રવિચંદ્રન અશ્વિન પાંચમાં સ્થાને છે.

Related posts

भारत में महिला हॉकी के लिए यह स्वर्णिम काल : नवनीत

editor

સમાજવાદી પાર્ટીમાં પાવર ટસલનો દોર યથાવત જારી

aapnugujarat

डेविस कप: पाक दौरे पर फैसला लेने में दो दिन इंतजार करेगा AITA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1