Aapnu Gujarat
રમતગમત

ફિફા વર્લ્ડ કપ : મેચ જોવા૧૦ લાખ વિદેશી ફેન્સ રશિયા પહોંચશે

ફિફા વર્લ્ડ કપનું આયોજન રશિયામાં કરવામાં આવ્યા બાદ સુરક્ષાને લઇને પણ તમામ તૈયારી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરક્ષા પર જોરદાર તૈયારી કરવામાં આવી છે. મેચો જોવા માટે રશિયામાં આ વખતે ૧૦ લાખથી વધારે ચાહકો પહોંચે તેવી શક્યતા છે. ફીફા વર્લ્ડ કપની મેચો રશિયાના ૧૧ શહેરોના ૧૨ મેદાન ખાતે રમાનાર છે. તમામ જગ્યાએ જોરદાર સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. વિશ્વ કપ દરમિયાન ત્રાસવાદી હુમલાને ટાળવા માટે પણ વિવિધ પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ ફુટબોલ વિશ્વ કપની મેચો દરમિયાન કોઇ પણ પ્રકારની કોઇ હિંસક ઘટના ન બને તે માટે પણ તમામ તૈયારી કરવામાં આવી છે. એફએશબી સ્થાનિક સુરક્ષાના વડા એલેક્સી લાવરિશચેવે કહ્યુ છે કે કેટલાક વર્ષોથી તૈયારી ચાલી રહી હતી. સુરક્ષાના કોઇ પણ પડકારોને પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ. આ વખતે કેટલાક નવા સુરક્ષા પાસાથી ચાહકોને પસાર થવાની ફરજ પડશે. આ વખતે મેચ નિહાળવા માટે રશિયા પહોંચનાર ચાહકોને વિશ્વ કપની યજમાની કરનાર ૧૨ શહેરો પૈકી જે શહેરમાં મેચ જવા માટે જવાની જરૂર છે તે શહેરમાં જતા પહેલા પોલીસ સમીક્ષ તમામ માહિતી પુરી પાડવાની ફરજ પડશે. આ ઉપરાંત રશિયામાં દરિયાઇ માર્ગ મારફતે થતા પ્રવાસમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આના કારણે સુરક્ષા પાસા પર ધ્યાન રાખવાની બાબત સરળ રહેશે. પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે આવતીકાલે રમાનાર છે. આવતીકાલની મેચ વેળા પણ લુજનિકી સ્ટેડિયમ ખાતે સુરક્ષાના ભાગરૂપે ૩૦૦૦૦૦ સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. યુદ્ધ વિમાનોનો કાફલો મોસ્કો પાસે તૈયાર રહેશે. અન્ય તમામ પ્રકારની તૈયારી પણ રાખવામાં આવી છે.

Related posts

थाईलैंड ओपन बैडमिंटन : साल के पहले खिताब की तलाश में पीवी सिंधू

aapnugujarat

Sri Lanka defeats West Indies by 23 runs

aapnugujarat

હવે ભારતીય ખેલાડીઓના વેતનમાં છ ગણી વૃદ્ધિ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1