Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડુંગળીની કિંમતમાં ૭૯ ટકા સુધીનો ઘટાડો નોંધાયો

ફેબ્રુઆરી અને મે મહિનાના ગાળા વચ્ચે ડૂંગળીની કિંમતમાં ૭૯ ટકા અને ટામેટાની કિંમતમાં ૫૦ ટકા વચ્ચેનો ઘટાડો થયો છે જેના પરિણામ સ્વરુપે ખેડૂતોને વધુ ફટકો પડ્યો છે. એકબાજુ હાલમાં ખેડૂતોની લોન માફી સહિતની માંગણીને લઇને ગામડા બંધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ ફેબ્રુઆરી અને મેના વચ્ચેના ગાળામાં ડુંગળીની કિંમતમાં ૭૯ ટકાનો ઘટાડો થયો છે. કેટલાક ભાગોમાં હડતાળની અસર હવે દેખાવવા લાગી ગઈ છે. મધ્યપ્રદેશમાં સૌતી મોટી મંડી પૈકીની એક ઇન્દોરમાં ડુંગળીની કિંમતો ૭૯ ટકા સુધી ઘટી છે જ્યારે ટામેટાની કિંમતમાં આ ગાળા દરમિયાન ૫૦ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. ખેડૂતોની નારાજગી હવે ૧૦ દિવસના ગામડા બંધમાં દેખાઈ રહી છે. હડતાળ બીજા સપ્તાહમાં પ્રવેશી ગઈ છે.
જાણકાર લોકોનું કહેવું છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા કૃષિ રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ખેડૂતોની આ હડતાળના કારણે માઠી અસર થઇ શકે છે. દિલ્હી, ઇન્દોર, ભોપાલ, મુંબઈ સહિતના વિસ્તારોમાં ડુંગળી અને ટામેટાની કિંમતોમાં ઘટાડો થયો છે. જો કે, ખેડૂતોની હડતાળ શરૂ થયા બાદ કિંમતોમાં ઉછાળો આવવાની શરૂઆત થઇ ગઇ છે. ખેડૂતોની હડતાળ શરૂ થાય તે પહેલા ફેબ્રુઆરી અને મે મહિના વચ્ચેના ગાળામાં ડુંગળીની કિંમતમાં ૭૯ ટકા અને ટામેટાની કિંમતમાં ૫૦ ટકા વચ્ચેનો ઘટાડો થઇ ગયો હતો. હવે આ વધારો ફરી શરૂ થયો છે. હડતાળના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સતત ખોરવાઈ રહ્યો છે. આવતીકાલે દિલ્હીમાં અતિ મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવવામાં આવી છે જેમાં ભાવિ રણનીતિ તૈયાર કરવામાં આવનાર છે. હડતાળની અસર ઓછી રહે તેવા તમામ પ્રયાસ થઇ રહ્યા છે. ઘણી જગ્યો જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પોલીસ રક્ષણ હેઠળ વેચવામાં આવી રહ્યો છે.

Related posts

जयपुर एयरपोर्ट पर मची अफरा-तफरी

editor

મુર્ખતા માટે એક જ જગ્યા છે અને તે કોંગ્રેસ પાર્ટી છે : સંબિત પાત્રા

aapnugujarat

કોંગ્રેસનાં રાજકુમારી પ્રિયંકા ગાંધી બાળકોને ગાળો શીખવાડી રહ્યા છે : યોગી આદિત્યનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1